Skip to main content

ગોપનીયતા નીતિ

Last updated: 12th August 2024

અમે (મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ, અથવા "MTPL") તમારી ગોપનીયતા વિશે ખૂબ જ ચિંતિત છીએ અને અમે આ ચિંતાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. આ ગોપનીયતા નીતિ ("ગોપનીયતા નીતિ") નક્કી કરે છે કે જ્યારે તમે અમારી મોબાઇલ એપ્લિકેશન’ અને તેના સંસ્કરણો ("એપ") નો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા ડેટાને કેવી રીતે એકત્રિત કરીએ છીએ, પ્રક્રિયા કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેને જાહેર કરી શકીએ છીએ. એપને "પ્લેટફોર્મ" તરીકે ઓળખવામાં આવે છે. "અમે", "અમારા" અથવા "અમને" અથવા "કંપની" નો સંદર્ભ પ્લેટફોર્મ અને/અથવા મહોલ્લા ટેક પ્રા.લિ. થી છે. "તમે", "તમારા" અથવા "વપરાશકર્તા" ના કોઈપણ સંદર્ભોનો અર્થ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટીથી છે. તમારી માહિતીનો અમે આ ગોપનીયતા નીતિમાં વર્ણવ્યા સિવાયનો કોઈ ઉપયોગ અથવા કોઈની સાથે શેર કરીશું નહીં.

આ ગોપનીયતા નીતિ ઉપયોગની શરતો ("શરતો"). નો એક ભાગ છે અને તેની સાથે વાંચવામાં આવશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આ ગોપનીયતા નીતિના નિયમો અને શરતોથી સંમત થાઓ છો. તમે આ ગોપનીયતા નીતિમાં વર્ણવેલ રીતે અમારા દ્વારા તમારી વ્યક્તિગત માહિતી (નીચે વ્યાખ્યાયિત મુજબ) ના ઉપયોગ અને ખુલાસા માટે પણ સંમત છો. આ ગોપનીયતા નીતિમાં ઉપયોગમાં લેવામાં આવતા પરંતુ અહીં વ્યાખ્યાયિત નથી એવા કેપિટલ શબ્દોનો, શરતોમાં અર્થ આપેલ હશે. જો તમે આ ગોપનીયતા નીતિના નિયમો અને શરતો સાથે સહમત ન હો, તો કૃપા કરીને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ#

નીચે આપેલ કોષ્ટક, અમે તમારી પાસેથી એકત્રિત કરીએ છીએ તે માહિતી અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેને સૂચિબદ્ધ કરે છે:

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીઅમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
લોગ-ઇન ડેટા: વપરાશકર્તા ID, મોબાઇલ ફોન નંબર, ઇમેઇલ ID, લિંગ (વૈકલ્પિક) અને IP એડ્રેસ. અમે સૂચક વય શ્રેણી એકત્રિત કરી શકીએ છીએ જે અમને કહે છે કે તમે અમારા પ્લેટફોર્મ અને અમારા પ્લેટફોર્મની અમુક વિશેષતાઓ (સામૂહિકરૂપે "લોગ-ઇન ડેટા") ને ઍક્સેસ કરવા માટે યોગ્ય વયના છો કે કેમ.

તમે શેર કરો છો તે સામગ્રી: આમાં પ્લેટફોર્મ દ્વારા તમે અન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરશો તે તમામ માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે:

- તમારા વિશે અથવા તમારાથી સંબંધિત માહિતી કે જે પ્લેટફોર્મ પર તમારા દ્વારા સ્વેચ્છાએ શેર કરવામાં આવે છે, જેમાં મર્યાદા વિના, કોઈપણ અવતરણ, છબીઓ, રાજકીય મંતવ્યો, ધાર્મિક મંતવ્યો, પ્રોફાઇલ ફોટો, વપરાશકર્તાની બાયો અને હેન્ડલ, અન્ય બાબતો વચ્ચે શામેલ છે.

પ્લેટફોર્મ પર તમે બનાવેલી કોઈપણ પોસ્ટ્સ. અન્ય સ્રોતોમાંથી અમને પ્રાપ્ત થતી માહિતી: . અમે તૃતીય પક્ષો (ઉદાહરણ તરીકે, વ્યવસાયિક ભાગીદારો, ટેકનીકલ સબ-કોન્ટ્રાક્ટર્સ, એનાલિટિક્સ પ્રદાતાઓ, શોધ માહિતી પ્રદાતાઓ, સહિત) સાથે મળીને પણ કામ કરી શકીએ છીએ અને આવા સ્રોતોમાંથી તમારા વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવા ડેટાને આંતરિક રૂપે શેર કરી શકાય છે અને આ પ્લેટફોર્મ પર એકત્રિત કરવામાં આવેલા ડેટા સાથે જોડી શકાય છે.

લોગ ડેટા: "લોગ ડેટા" એ એવી માહિતી છે કે જ્યારે તમે પ્લેટફોર્મનો ઉપયોગ કરો ત્યારે અમે આપમેળે એકત્રિત કરીએ છીએ, જેમાં કૂકીઝ, વેબ બીકન્સ, લોગ ફાઇલો, સ્ક્રિપ્ટ્સના ઉપયોગનો સમાવેશ થાય છે, પરંતુ તે એટલે સુધી મર્યાદિત નથી:
- ટેકનિકલ માહિતી, જેમ કે તમારા મોબાઇલ કેરિયર-સંબંધિત માહિતી, તમે પ્લેટફોર્મને ઍક્સેસ કરવા માટે ઉપયોગ કરો છો એવા તમારા વેબ બ્રાઉઝર, અથવા અન્ય પ્રોગ્રામ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી કોનફીગ્યુરેશન માહિતી, તમારું IP એડ્રેસ અને તમારા ઉપકરણનું સંસ્કરણ અને ઓળખ નંબર;
- પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે તમે જે શોધ્યું અને જોયું તેના વિશેની માહિતી, જેમ કે વેબ શોધ માટે વપરાયેલા શબ્દો, મુલાકાત લીધેલા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, ઉપયોગ કરેલા મીની એપ્લિકેશન્સ, અને પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે તમારા દ્વારા ઍક્સેસ અથવા વિનંતી કરવામાં આવેલી અન્ય માહિતી અને સામગ્રીની વિગતો;
- પ્લેટફોર્મ પરના સંચાર વિશેની સામાન્ય માહિતી, જેમ કે તમે જેની સાથે વાતચીત કરી હોય એવા વપરાશકર્તાની ઓળખ અને તમારા સંચારનો સમય, ડેટા અને અવધિ; અને
- મેટાડેટા, એટલે કે પ્લેટફોર્મ દ્વારા તમે ઉપલબ્ધ કરેલી વસ્તુઓથી સંબંધિત માહિતી, જેમ કે શેર કરવામાં આવેલો ફોટોગ્રાફ અથવા વિડિઓ લેવામાં આવ્યો હતો અથવા પોસ્ટ કરાયો હતો તે તારીખ, સમય અથવા સ્થાન.

કૂકીઝ: અમારું પ્લેટફોર્મ તમને અમારા પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓમાંથી ઓળખી કાઢવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. જ્યારે તમે અમારા પ્લેટફોર્મને બ્રાઉઝ કરો છો અને અમને પ્લેટફોર્મ સુધારવા માટે પરવાનગી આપો છો ત્યારે આ અમને તમારા માટે સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવામાં મદદ કરે છે. અમે તમારા ઉપકરણ પરની કૂકીઝમાંથી કૂકી ડેટા એકત્રિત કરીએ છીએ. અમે ઉપયોગ કરીએ છીએ તે કૂકીઝ અને અમે તેનો ક્યા હેતુઓ માટે ઉપયોગ કરીએ છીએ તેના પર વિગતવાર માહિતી માટે, કૃપા કરીને અમારી કૂકી નીતિ જુઓ

સર્વેક્ષણો: જો તમે કોઈ સર્વેમાં ભાગ લેવાનું પસંદ કરો છો, તો અમે તમને અમુક વ્યક્તિગત માહિતી પ્રદાન કરવા વિનંતી કરી શકીએ છીએ એટલે કે એવી કોઈપણ માહિતી કે જેનો ઉપયોગ તમને ઓળખવા માટે થઈ શકે છે ("વ્યક્તિગત માહિતી"). અમે આવા સર્વેક્ષણ કરવા માટે તૃતીય-પક્ષના સેવા પ્રદાતાનો ઉપયોગ કરી શકીએ છીએ અને આવા સર્વે પૂર્ણ કરતા પહેલા તમને જાણ કરવામાં આવશે.
- પ્લેટફોર્મ પર કોઈ વપરાશકર્તા એકાઉન્ટનું લોગ-ઇન સેટ અપ કરવા અને સુવિધા આપવા માટે;
- આ ગોપનીયતા નીતિ સહિત, પ્લેટફોર્મ પરના ફેરફારો વિશે તમને જાણ કરવા માટે;
- અમારી શરતો, નિયમો અને નીતિઓ અને અમારા કોઈપણ અધિકાર, અથવા અમારી આનુષંગિક કંપનીઓ, અથવા પ્લેટફોર્મ પર અન્ય વપરાશકર્તાઓના અધિકારને લાગુ કરવા માટે;
- નવી સેવાઓ વિકસાવવા અને હાલની સેવાઓ અને પ્લેટફોર્મને સુધારવા અને વપરાશકર્તા પ્રતિસાદ અને વિનંતીઓને એકીકૃત કરવા માટે;
- ભાષા અને સ્થાન આધારિત વૈયક્તિકરણ પ્રદાન કરવા માટે;
- મુશ્કેલીનિવારણ, ડેટા વિશ્લેષણ, પરીક્ષણ, સંશોધન, સુરક્ષા, છેતરપિંડી-તપાસ, એકાઉન્ટ મેનેજમેન્ટ, અને સર્વેના હેતુઓ સહિત, પ્લેટફોર્મ સંચાલિત કરવા અને આંતરિક કામગીરી માટે;
- તમે પ્લેટફોર્મનો ઉપયોગ અને ઍક્સેસ કેવી રીતે કરો છો તે વધુ સારી રીતે સમજવા માટે અને પ્લેટફોર્મ પર વપરાશકર્તા અનુભવને સુધારવા માટે;
- તમારી માહિતીને છદ્મ નામ આપવા અને એકંદર કરવા માટે, જેમાં અમારા વપરાશકર્તાઓ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે ક્ષેત્ર, ફોન મોડેલ, ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ, સિસ્ટમ ભાષા, અને પ્લેટફોર્મ સંસ્કરણ જેવી વસ્તુઓ પર વપરાશકર્તાનું વસ્તી વિષયક વિશ્લેષણ કરવા માટે વ્યક્તિગત માહિતીનો સમાવેશ થાય છે;
- તમારી માહિતીને છદ્મ નામ આપવા અને એકંદર કરવા માટે, જેમાં જ્યારે વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર તૃતીય-પક્ષની સેવાઓનો વપરાશ કરે છે, ત્યારે જે સામગ્રી અને સેવાઓનો ઉપયોગ થાય છે તેના વેબ અને એકાઉન્ટ ટ્રાફિક આંકડા એકઠા કરવા માટે, વ્યક્તિગત માહિતીનો સમાવેશ થાય છે;
- અમારા અથવા ગ્રૂપ દ્વારા સંચાલિત સંકળાયેલ/સહભાગી પ્લેટફોર્મ્સ પર નકલ કરી શકાય તેવી પ્રોફાઇલ્સ અપલોડ કરવા અથવા બનાવવા માટે;
- જાહેરાત અને અન્ય માર્કેટિંગ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓની અસરકારકતાની આકારણી કરવા અને સુધારવા માટે.
વપરાશકર્તાનો શોધ ડેટા: તમારા દ્વારા પ્લેટફોર્મ પર હાથ ધરવામાં આવતી કોઈપણ શોધો.તમને તમારી પાછલી શોધ માટે ઝડપી ઍક્સેસ આપવા માટે. વૈયક્તિકરણ માટે એનાલિટિક્સનો ઉપયોગ કરવા માટે અને તમને લક્ષ્યાંકિત જાહેરાતો બતાવવા માટે.
અતિરિક્ત એકાઉન્ટ સુરક્ષા: અમારા પ્લેટફોર્મ સાથે નોંધણી કરતી વખતે, તમે તમારી ઓળખ ચકાસવા માટે ઓટીપી દાખલ કરીને પુષ્ટિ કરો છો, તે તમને વન-ટાઇમ-પાસવર્ડ ("ઓટીપી") મોકલીને અમે તમારો ફોન નંબર એકત્રિત કરીએ છીએ અને તમારા ફોન પરના એસએમએસ ને ઍક્સેસ કરવાની વિનંતી કરીએ છીએ.તમારી ઓળખ ચકાસવા માટે અને તમારા એકાઉન્ટની સુરક્ષા જાળવવા માટે. જનરેટ થયેલ ઓટીપી ને આપમેળે વાંચવા માટે અમે તમારા એસએમએસ ફોલ્ડરને ઍક્સેસ કરવાની વિનંતી કરીએ છીએ.
સંપર્કોની સૂચિ: અમે તમારા મોબાઇલ ઉપકરણ પરની સંપર્કોની સૂચિને ઍક્સેસ કરીએ છીએ. અમે તમારી સંપર્કોની સૂચિને ઍક્સેસ કરતાં પહેલાં હંમેશાં તમારી સંમતિ માંગીએ છીએ અને તમારી પાસે તમારી સંપર્કોની સૂચિના ઍક્સેસને નકારવાનો વિકલ્પ છે.સૂચનો પૂરા પાડવા માટે અને તમારા મિત્રો અને અન્ય સંપર્કોને પ્લેટફોર્મ પર આમંત્રિત કરવા માટે અને જ્યારે કોઈ પ્લેટફોર્મ પર જોડાય ત્યારે તમને જાણ કરવા માટે.
સ્થાનની માહિતી: "સ્થાન ડેટા" એ એવી માહિતી છે જે તમારા GPS, IP એડ્રેસ અને/અથવા સાર્વજનિક પોસ્ટ્સમાંથી મેળવવામાં આવે છે જેમાં સ્થાનની માહિતી શામેલ છે.

કેમ કે અમે સેવાઓ પ્રદાન કરવા અથવા અમારું પ્લેટફોર્મ સુધારવા માટે જેમ કે ખાતરી કરવા માટે કે તમારા એકાઉન્ટ પર એકથી વધુ લોગ-ઇન્સ થયેલ નથી માટે અમે તમારા IP એડ્રેસ, ડિવાઇસ અથવા ઇન્ટરનેટ સેવામાંથી સ્થાનની માહિતી મેળવીએ છીએ, તેથી જ્યારે તમે પ્લેટફોર્મને ઍક્સેસ કરશો, ત્યારે અમે અમારા અને અન્ય પ્લેટફોર્મ વપરાશકર્તાઓ માટે ચોક્કસ સ્થાન માહિતીનો ખુલાસો કરીશું.
- સુરક્ષા, છેતરપિંડી-તપાસ અને એકાઉન્ટ મેનેજમેન્ટ માટે;
- સુધારેલ સામગ્રી લક્ષ્યીકરણ માટે ઉપયોગમાં લેવા માટે;
- તમે ઉપયોગ કરવા માટે પસંદ કરો છો તે સ્થાન-આધારિત સેવાઓ પ્રદાન કરવા માટે:
- મીની એપ્લિકેશનો કે જે પ્લેટફોર્મ પર સમયાંતરે ઉપલબ્ધ કરાવી શકાય છે, જેને તેઓ પૂરી પાડે છે તે સેવાઓના આધારે આવી માહિતીની જરૂર પડી શકે છે (જો તમે કોઈપણ મીની એપ્લિકેશનમાં તમારું સ્થાન જાહેર કરવાનું પસંદ કરો);
- ભાષા અને સ્થાન કસ્ટમાઇઝેશન પ્રદાન કરવા માટે.
કસ્ટમર સપોર્ટ માહિતી: અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે સમય-સમય પર તમને જરૂર પડી શકે એવી કોઈપણ સહાયતા અથવા સપોર્ટ અંગે તમે અમારી કસ્ટમર સપોર્ટ ટીમને પ્રદાન કરો છો એવી કોઈપણ માહિતી.તમને સપોર્ટ અને સહાયતા પ્રદાન કરવામાં મદદ માટે
ઉપકરણ ડેટા: "ઉપકરણ ડેટા" માં નીચેનું શામેલ છે, પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી:

§ઉપકરણના લક્ષણો: ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગનું સિસ્ટમ સંસ્કરણ અને ભાષા, હાર્ડવેર અને સોફ્ટવેરના સંસ્કરણો, ઉપકરણની કંપની અને મોડેલ, સ્ક્રીન રીઝોલ્યુશન, બેટરી લેવલ, સિગ્નલ સ્ટ્રેન્થ, ઉપકરણની રેમ, ઉપકરણના બિટરેટ, ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસ, ઉપકરણના CPU થી સંબંધિત માહિતી, બ્રાઉઝરનો પ્રકાર, એપ અને ફાઇલના નામો અને પ્રકારો, અને પ્લગઈન્સ જેવી માહિતી.

§ ઉપકરણની કામગીરી: ડિવાઇસ પર કરવામાં આવતી કામગીરી અને વર્તણૂકો વિશેની માહિતી, જેમ કે કોઈ વિંડો ફોગ્રાઉન્ડ છે કે બેકગ્રાઉન્ડ છે.

§ ઓળખકર્તાઓ: અનન્ય ઓળખકર્તાઓ, ઉપકરણ IDs, જાહેરાત IDs અને અન્ય ઓળખકર્તાઓ જેમ કે તમે ઉપયોગ કરો છો તે ગેમ્સ, એપ્સ અથવા એકાઉન્ટ્સમાંથી.

§ ઉપકરણના સિગ્નલ્સ: અમે તમારા બ્લૂટૂથ સંકેતો અને નજીકના Wi-Fi ઍક્સેસ પોઇન્ટ્સ, બીકન્સ અને સેલ ટાવર્સ વિશેની માહિતી એકત્રિત કરી શકીએ છીએ.

§ ઉપકરણ સેટિંગ્સમાંથી ડેટા: તમે ચાલુ કરો છો તે ઉપકરણ સેટિંગ્સ દ્વારા તમે અમને પ્રાપ્ત કરવાની મંજૂરી આપો છો તે માહિતી, જેમ કે તમારા GPS સ્થાન, કેમેરા અથવા ફોટાઓનો ઍક્સેસ.

§ નેટવર્ક અને જોડાણો: તમારા મોબાઇલ ઓપરેટર અથવા ISP નું નામ, નેટવર્ક પ્રકાર અને ગતિ, ડેટાનો વપરાશ, ભાષા, ટાઈમ ઝોન, મોબાઇલ ફોન નંબર, IP એડ્રેસ અને કનેક્શનની ગતિ જેવી માહિતી.

§ એપ્લિકેશન અને એપ્લિકેશનનું સંસ્કરણ: તમારા મોબાઇલ ઉપકરણ પર સંગ્રહિત કોઈપણ મોબાઇલ એપ્લિકેશન્સ.

§ Media: મીડિયા: અમે તમારા મોબાઇલ ઉપકરણ પર મીડિયા ગેલેરીને ઍક્સેસ કરીએ છીએ, જેમાં તમારા ફોન પરની છબીઓ, વિડિઓઝ અને ઓડિઓ ફાઇલો અને સ્ટોરેજ સ્પેસનો સમાવેશ થાય છે પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી. જો કે, અમે તમારી છબીઓને ઍક્સેસ કરતાં પહેલાં હંમેશા તમારી સંમતિ પ્રાપ્ત કરીશું અને તમારી પાસે અમારા આવા ઍક્સેસને નકારવાનો વિકલ્પ હશે.

- પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોઈપણ વિડિઓઝ અને છબીઓને શેર કરવાની સુવિધા આપવા માટે;
- તમારા મોબાઇલ ઉપકરણને અનુરૂપ અમારા પ્લેટફોર્મને કસ્ટમાઇઝ કરવા માટે;
- કેમેરા કોનફીગ્યુરેશનના હેતુઓ માટે;
- વોટ્સએપ અને/અથવા ફેસબુક દ્વારા શેર કરવાના હેતુ માટે પ્લેટફોર્મ પરથી કોઈપણ સામગ્રી ડાઉનલોડ કરી શકવા માટે તમારા ઉપકરણ પર સંગ્રહિત કરવા માટે પૂરતી સ્ટોરેજ સ્પેસ છે કે કેમ તે સમજવા માટે;
- અમારા પ્લેટફોર્મ પર તમારા વપરાશકર્તા અનુભવને ઓપ્ટિમાઇઝ કરવા માટે;
- વપરાશકર્તાને શ્રેષ્ઠ વિડિઓ અનુભવ પહોંચાડવા માટે;
- અમારા પ્લેટફોર્મ પર તમારા વપરાશકર્તા અનુભવને ઓપ્ટિમાઇઝ કરવા માટે;
- તમારી ઓળખ ચકાસવા માટે જેથી અમારી શરતો, નિયમો અને નીતિઓ લાગુ કરી શકાય;
- પ્લેટફોર્મ સુધારવા માટે.
- લોકેશન ફીડના હેતુઓ માટે ઉપયોગમાં લેવા માટે;
- વપરાશકર્તાની ભાષા/વ્યક્તિગતકરણ મેળવવા માટે;
- કેમેરા લેન્સની ગુણવત્તા સુધારવા માટે
ફોન કોલ લોગ્સ - અમે અમારા વપરાશકર્તાઓને તેમના ફોન નંબરને મિસ્ડ કોલ મિકેનિઝમ દ્વારા ચકાસવા માટે સગવડ બનાવવા માટે, વપરાશકર્તાઓના ઉપકરણથી કોલ લોગ્સ વાંચવાની પરવાનગી માંગીએ છીએ, ઓટીપી નોંધણીના વિકલ્પ તરીકે. નોંધણી હેતુઓ માટે ઓટીપી ડિલિવરીમાં વિલંબ થવાના કિસ્સામાં પણ આ પદ્ધતિનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવે છે.નોંધણી હેતુ માટે
લેન્સની ગુણવત્તા સુધારવા માટે અમે એપલના ટ્રુડેપ્થ કેમેરામાંથી પણ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રુડેપ્થ કેમેરામાંથી મળેલી માહિતી રીઅલ ટાઇમમાં વપરાય છે અને અમે આ માહિતીને અમારા સર્વર્સ પર સ્ટોર કરતા નથી. આ માહિતી તૃતીય પક્ષો સાથે શેર થતી નથી.

તમારી માહિતીનો ખુલાસો#

અમે તમારી માહિતીનો નીચેની રીતે ખુલાસો કરીએ છીએ:

અન્ય લોકો માટે દૃશ્યક્ષમ સામગ્રી#

જાહેર સામગ્રી એટલે કે, તમે તમારા વપરાશકર્તા પ્રોફાઇલ પર અથવા અન્વય પરાશકર્તાના પ્રોફાઇલ પર પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રી, જેમ કે પોસ્ટની ટિપ્પણી સર્ચ એન્જિન સહિત, દરેક ઍક્સેસ કરી શકે છે. તમારા પ્રોફાઇલ પેજની માહિતી સહિત, પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા માટે તમે સ્વેચ્છાએ જાહેર કરેલી કોઈપણ માહિતીને, કોઈપણ ઍક્સેસ કરી શકે છે. જ્યારે તમે પ્લેટફોર્મ પર જાહેર કરવાનું પસંદ કરો છો એવી સામગ્રીને સબમિટ, પોસ્ટ અથવા શેર કરો છો, ત્યારે તે અન્ય લોકો દ્વારા ફરીથી શેર કરવામાં આવી શકે છે. તમારે તેને કોની સાથે શેર કરવાનું પસંદ કરવું તે ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તમે તેને જેમની સાથે શેર કરો છો તે પ્રેક્ષકની બહારના લોકો સહિત, જે લોકો અમારા પ્લેટફોર્મ પર તમારી પ્રવૃત્તિ જોઈ શકે છે તે અમારા પ્લેટફોર્મ પર અને તેની બહાર અન્ય લોકો સાથે તેને શેર કરવાનું પસંદ કરી શકે છે.

વપરાશકર્તાઓ તેમના પસંદ કરેલા પ્રેક્ષકો સાથે તમારા વિશેની સામગ્રી બનાવવા અને શેર કરવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે, જેમ કે તમારો ફોટો પોસ્ટ કરવો અથવા તેમની કોઈપણ પોસ્ટમાં તમને ટેગ કરવા માટે. અમારી પાસે કોઈપણ સોશિયલ મીડિયા સાઇટ અથવા કોઈપણ અન્ય ઓનલાઇન અથવા ઓફલાઇન પ્લેટફોર્મ પર બધી જાહેર સામગ્રી શેર કરવાનો અધિકાર અનામત છે. આ ગોપનીયતા નીતિમાં સ્પષ્ટપણે પ્રદાન કરવામાં આવેલ ન હોય ત્યાં સુધી, અનામી આધાર સિવાય, અમે તમારી વ્યક્તિગત માહિતીને તૃતીય પક્ષોને ક્યારેય ભાડે અથવા વેચાણ કરીશું નહીં.

અમારા ગૃપની કંપનીઓ સાથે શેર કરવું#

તમે અમારી સાથે જે માહિતી શેર કરો છો તે અમે અમારા ગ્રુપના કોઈપણ સભ્ય સાથે તમારી અંગત માહિતી સહિત શેર કરી શકીએ છીએ. "ગૃપ" શબ્દનો અર્થ એવી કોઈપણ એન્ટિટી છે અમારા દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હોય, અથવા એવી કોઈપણ એન્ટિટી કે જે અમારા નિયંત્રણમાં હોય, અથવા એવી કોઈપણ એન્ટિટી કે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, અમારી સાથે સામાન્ય નિયંત્રણ હેઠળ હોય.

તમે અન્ય લોકો સાથે શું શેર કરો છો#

જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સામગ્રી શેર કરો છો અને સંચાર કરો છો, ત્યારે તમે આવી સામગ્રીને જોઈ શકતા પ્રેક્ષકોને પસંદ કરો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે અમારા પ્લેટફોર્મમાંથી કોઈ સામગ્રી ફેસબુક પર પોસ્ટ કરો છો, ત્યારે તમે પોસ્ટ માટે પ્રેક્ષકોને પસંદ કરો છો, જેમ કે કોઈ મિત્ર, મિત્રોનું ગૃપ અથવા તમારા બધા મિત્રો. એ જ રીતે, જ્યારે તમે અમારા પ્લેટફોર્મ પરની સામગ્રીને શેર કરવા માટે તમારા મોબાઇલ ઉપકરણ પર વોટ્સએપ અથવા કોઈપણ અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે સામગ્રી કોની સાથે શેર કરો છો તે પસંદ કરો છો. આવી વ્યક્તિઓ (પ્લેટફોર્મ પર ઉપલબ્ધ, વોટ્સએપ અથવા ફેસબુક જેવા શેરિંગ વિકલ્પો દ્વારા, જેની સાથે તમે કોઈપણ સામગ્રી શેર કરવાનું પસંદ કરો છો) તમે તેમની સાથે શેર કરો છો તે માહિતીનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે, તેના પર અમે નિયંત્રણ રાખતા નથી અને જવાબદાર રહીશું નહીં.

તૃતીય પક્ષો સાથે શેર કરવું#

અમે (વ્યક્તિગત માહિતી સહિત) તમારી માહિતીને પસંદ કરેલા તૃતીય પક્ષો સાથે શેર કરી શકીએ છીએ જેમાં શામેલ છે:

  • વ્યવસાયિક ભાગીદારો, સપ્લાયર્સ અને પેટા કોન્ટ્રાક્ટરો ("આનુષંગિકો"). આનુષંગિકો આ માહિતીનો ઉપયોગ સેવા અને આનુષંગિકોની પોતાની સેવાઓ પ્રદાન કરવા, સમજવા અને સુધારવામાં મદદ કરવા માટે કરી શકે છે.
  • જાહેરાતકર્તાઓ અને જાહેરાત નેટવર્ક્સ કે જેને તમારા અને અન્ય માટે સંબંધિત જાહેરાતો પસંદ કરવા અને પ્રદાન કરવા માટે ડેટાની જરૂર હોય છે. અમે વ્યક્તિઓ વિશેની ઓળખી શકાય તેવા માહિતીનો અમારા જાહેરાતકર્તાઓને ખુલાસો કરતા નથી, પરંતુ અમે તેમને અમારા વપરાશકર્તાઓ વિશે એકંદર માહિતી પ્રદાન કરી શકીએ છીએ (ઉદાહરણ તરીકે, અમે તેમને જણાવી શકીએ છીએ કે ઉલ્લેખિત વય જૂથમાં સ્ત્રીઓની કોઇપણ સંખ્યાએ તેમની જાહેરાત પર જણાવેલ દિવસે કેટલી વખત ક્લિક કર્યું છે). જાહેરાતકારોને તેઓ જે પ્રકારનાં પ્રેક્ષકોને લક્ષ્ય બનાવવા માગે છે તેમના સુધી પહોંચવામાં મદદ કરવા માટે પણ અમે આવી એકંદર માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
  • સરકારી સંસ્થાઓ અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ, જો અમારી સદ્ભાવનાની માન્યતા એવી હોય કે કોઈ કાનૂની જવાબદારી અથવા સરકારી વિનંતીનું પાલન કરવા માટે તમારી વ્યક્તિગત માહિતી અથવા ડેટાને શેર કરવો વ્યાજબી રીતે જરૂરી હોય; અથવા અધિકારોનું રક્ષણ કરવા અથવા સંપત્તિને થતા કોઈપણ નુકસાનથી બચાવવા માટે, અથવા કંપની, અમારા ગ્રાહકો અથવા જાહેર સલામતી માટે; અથવા જાહેર સલામતી, છેતરપિંડી, સુરક્ષા અથવા ટેકનિકલ સમસ્યાઓને શોધી કાઢવા, અટકાવવા અથવા તેનો ઉકેલ લાવવા માટે.

અમે નીચે આપેલા સંજોગોમાં પસંદ કરેલા તૃતીય પક્ષોને તમારી (વ્યક્તિગત માહિતી સહિત) માહિતીનો ખુલાસો કરી શકીએ છીએ:

  • જો કંપની અથવા તેની બધી પૈકી નોંધપાત્ર સંપત્તિને તૃતીય પક્ષને હસ્તગત કરવામાં આવે, તો આવા સંજોગોમાં તેના ગ્રાહકો વિશે તેના દ્વારા રાખવામાં આવેલ વ્યક્તિગત ડેટાને સ્થાનાંતરિત સંપત્તિ પૈકી એક ગણવામાં આવશે. જો અમે સંપત્તિના એવા કોઈ મર્જર, એક્વિઝિશન, નાદારી, પુનર્ગઠન અથવા વેચાણમાં સામેલ હોઈએ જેમાં તમારી માહિતી સ્થાનાંતરિત કરવાની હોય અથવા કોઈ અલગ ગોપનીયતા નીતિને આધિન બને, તો અમે તમને અગાઉથી જાણ કરીશું જેથી તમે સ્થાનાંતર પહેલાં તમારા એકાઉન્ટને કાઢીએ આવી કોઈ નવી નીતિમાંથી બહાર નીકળી શકો.
  • અમારી શરતો અને/અથવા કોઈપણ અન્ય કરારોને લાગુ કરવા અથવા અમલ કરવા માટે.

સુરક્ષાની પ્રથાઓ#

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીને સુરક્ષિત રાખવા માટે અમે યોગ્ય ટેકનિકલ અને સુરક્ષા પગલાં લીધા છે. જ્યાં અમે તમને વપરાશકર્તા નામ આપ્યું છે (અથવા જ્યાં તમે પસંદ કર્યું છે), જે તમને પ્લેટફોર્મ ઍક્સેસ કરવા માટે સક્ષમ બનાવે છે, ત્યાં આ વિગતોને ગુપ્ત રાખવા માટે તમે જવાબદાર છો. અમે તમને તમારો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા જણાવીએ છીએ.

અમે તમારી વ્યક્તિગત માહિતીને ક્યાં સંગ્રહિત કરીએ છીએ#

અમે તમારા ડેટાને એમેઝોન વેબ સર્વિસીસ, ઇન્ક. દ્વારા પ્રદાન થયેલ એમેઝોન વેબ સર્વિસ ક્લાઉડ પ્લેટફોર્મ સાથે સ્ટોર કરીએ છીએ (એમેઝોન વેબ સર્વિસીસ, ઇન્ક. નું મુખ્ય મથક 410 ટેરી એવ. N સીએટલ, વોશિંગ્ટન 98109, USA ખાતે આવેલ છે) અને ગૂગલ LLC દ્વારા પ્રદાન થયેલ ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર પણ સ્ટોર કરીએ છીએ (જેનું મુખ્ય મથક 1101 S ફ્લાવર સેન્ટ, બુરબેંક, કેલિફોર્નિયા 91502, USA ખાતે આવેલ છે) જેઓના સર્વર્સ ભારત અને વિદેશમાં સ્થિત છે. એમેઝોન વેબ સર્વિસીસ અને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ બંને માહિતીના નુકસાન, દુરુપયોગ અને ફેરફાર સામે સુરક્ષિત રાખવા માટે સુરક્ષા પગલાં અમલમાં મૂકે છે, જેની વિગતો https://aws.amazon.com/ અને https://cloud.google.com પર ઉપલબ્ધ છે. એમેઝોન વેબ સર્વિસીસ અને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા અપનાવવામાં આવેલી ગોપનીયતા નીતિઓ https://aws.amazon.com/privacy/?nc1=f_pr અને https://policies.google.com/privacy પર ઉપલબ્ધ છે.

આ નીતિમાં ફેરફાર#

કંપની સમયાંતરે આ ગોપનીયતા નીતિને અપડેટ કરી શકે છે. જ્યારે પણ અમે આ ગોપનીયતા નીતિમાં એવા કોઈ ફેરફાર કરીએ છીએ કે જેના વિશે તમારે જાણવું મહત્વપૂર્ણ હોય, ત્યારે અમે અપડેટ કરેલી ગોપનીયતા નીતિને આ લિંક પર પોસ્ટ કરીશું.

અસ્વીકરણ#

દુર્ભાગ્યવશ, ઇન્ટરનેટ દ્વારા માહિતીનું પ્રસારણ હંમેશાં સંપૂર્ણપણે સુરક્ષિત હોતું નથી. તેમ છતાં અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું, અમે પ્લેટફોર્મ પર પ્રસારિત તમારા ડેટાની સુરક્ષાની બાંયધરી આપી શકતા નથી; કોઈપણ પ્રસારણ તમારા પોતાના જોખમે છે. એકવાર અમને તમારી માહિતી મળ્યા પછી, અમે તેના અનધિકૃત ઍક્સેસને અટકાવવા માટે અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ મુજબ કડક પ્રક્રિયાઓ અને સુરક્ષા સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ.

તમારા અધિકારો#

તમે કોઈપણ સમયે તમારા વપરાશકર્તા એકાઉન્ટ/પ્રોફાઇલ અને તમારા એકાઉન્ટ /પ્રોફાઇલમાંથી સામગ્રી દૂર કરવા અથવા કાઢી નાખવા માટે સ્વતંત્ર છો. તેમ છતાં, અમારા પ્લેટફોર્મ પરની તમારી પ્રવૃત્તિઓનો ઇતિહાસ અને એકાઉન્ટ અમને ઉપલબ્ધ રહે છે, આની અંદર આ પણ સામેલ છે જ્યારે અમે પ્રોફાઈલ અથવા કન્ટેન્ટ ને અમારાં ડેટા માં રાખવાની નીતીઓ ના અનુસાર હટાવીએ છીએ.

તમે કોઈપણ સમયે લોગ ઇન કરી અને તમારા પ્રોફાઇલ પેજની મુલાકાત લઈને તમારા એકાઉન્ટમાંથી વ્યક્તિગત માહિતીને સુધારી, બદલી, ઉમેરી અથવા કાઢી શકો છો. ઉપર નોંધ્યું છે તે મુજબ, તમે સંદેશમાં આપેલી સૂચનાનું પાલન કરીને અમારી પાસેથી તમને મળતા અનિચ્છનીય ઇ-મેલ સંદેશાઓને મેળવવાનું અટકાવી શકો છો. તેમ છતાં, જ્યાં સુધી તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવે નહીં ત્યાં સુધી તમને બધા સિસ્ટમ ઇ-મેલ્સ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે.પ્લેટફોર્મ પરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવા અને યુઝર ડેટા હટાવવા માટે, કૃપા કરીને તમારી એપના સેટિંગ પર જાઓ અને 'અકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી'/'મારો ડેટા કાઢી નાખો' વિકલ્પ પર ક્લિક કરો. વધુ માહિતી માટે, કૃપા કરીને એકાઉન્ટ ડિલીટ કરવાના FAQs નો સંદર્ભ લો અને અમારી ડેટા રાખવાની નીતીઓ.

ડેટા રેંટિએશન (ડેટા જાળવી રાખવો)#

અમે તમારી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી (નીચે આ ફકરામાં વ્યાખ્યાયિત) જે હેતુઓ માટે માહિતીનો કાયદેસર રીતે ઉપયોગ કરી શકાય તે હેતુઓ માટે જરૂરી કરતાં વધુ સમય માટે જાળવી રાખતા નથી. પ્લેટફોર્મ પર તમે બનાવેલ અન્ય કોઈપણ વીડિયો/ઈમેજ અપલોડની તારીખથી 180 દિવસ સુધી સંગ્રહિત કરવામાં આવશે. 180 દિવસ પુરા થયા પછી, આવા બધા જ યુઝર કોન્ટેન્ટને ઓટોમેટિક હટાવી નાખવામાં આવશે. જો કે, અમુક થર્ડ પાર્ટી સાથેના કરારની કામગીરી માટે, પ્લેટફોર્મના વ્યવસાયિક હેતુઓ, પ્લેટફોર્મ પર ઓફર કરાયેલ પ્રોડક્ટની જોગવાઈ અને લાગુ કાયદાના પાલન માટે, અમે કોન્ટેન્ટને જાળવી રાખવાની 180 દિવસની અવધિથી વધુ સમય સુધી જાળવી શકીએ છીએ. 180 દિવસની રીટેન્શન અવધિ પછીના એક્સેસ માટે આવી સામગ્રીની નકલો બનાવવા માટે તમે એકલા જ જવાબદાર છો. તમે તમારું એકાઉન્ટ ડિલિટ કરી નાખવાનું પણ પસંદ કરી શકો છો. આગળ તમારું એકાઉન્ટ નિષ્ક્રિયતાને કારણે ઓટો ડિલીટ થઈ શકે છે. એવી શક્યતા પણ છેકે, પ્લેટફોર્મના કેશ્ડ અને આર્કાઇવ કરેલા પેજ સહિત અથવા અન્ય યુઝરોએ તે માહિતીની નકલ અથવા સાચવી હોય તો અમારી સિસ્ટમમાં કોઈપણ જાહેર કોન્ટેન્ટની નકલો જાળવી રાખવામાં આવી શકે છે. વધુમાં, ઈન્ટરનેટની પ્રકૃતિને કારણે, અમે/તમે તમારા એકાઉન્ટમાંથી જે કોન્ટેન્ટ દૂર કરી નાખ્યું છેકે ડિલિટ કરી નાખ્યું છે, તે સહિત તમારા કોન્ટેન્ટની નકલો પણ ઈન્ટરનેટ પર અન્યત્ર અસ્તિત્વમાં હોય શકે છે, અને અનિશ્ચિત સમય માટે જાળવી રાખવામાં આવી શકે છે. "સંવેદનશીલ વ્યક્તિગત માહિતી" નો અર્થ એ છેકે, નિયમોની કલમ 3 હેઠળ સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરાયેલ પાસવર્ડ અને અન્ય કોઈપણ માહિતી.

તૃતીય પક્ષની લિંક્સ#

પ્લેટફોર્મ, સમયાંતરે, અમારા ભાગીદાર નેટવર્ક્સ, જાહેરાતકર્તાઓ, આનુષંગિકો અને/અથવા કોઈપણ અન્ય વેબસાઇટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશનની વેબસાઇટ્સ પર અને તેની લિંક્સ સમાવી શકે છે. જો તમે આમાંની કોઈપણ વેબસાઇટની લિંકને અનુસરો, તો કૃપા કરીને નોંધ લેવી કે આ વેબસાઇટ્સની પોતાની ગોપનીયતા નીતિઓ છે અને અમે આ નીતિઓ માટે કોઈ જવાબદારી અથવા ફરજને સ્વીકારતા નથી. કૃપા કરીને તમે આ વેબસાઇટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશન પર કોઈપણ વ્યક્તિગત ડેટા સબમિટ કરો તે પહેલાં આ નીતિઓને તપાસો.

સંગીત લેબલ્સ#

એપ્લિકેશન ટૂંકા-વિડિયો પ્લેટફોર્મ હોવાને કારણે, અમે પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવની ખાતરી કરવા માટે વિવિધ મ્યુઝિક લેબલ્સ સાથે મ્યુઝિક લાઇસન્સ કરારો કર્યા છે. સમયાંતરે આવા સંગીત લેબલ્સ સાથે સંગીત ડેટાને લગતી માહિતી અનામી રૂપે શેર કરવામાં આવી શકે છે.

તૃતીય-પક્ષ એમ્બેડ અને સેવાઓ#

તૃતીય પક્ષના એમ્બેડ્સ શું છે?#

તમને પ્લેટફોર્મ પર જોવા મળતું કેટલુક કન્ટેન્ટ પ્લેટફોર્મ દ્વારા હોસ્ટ કરવામાં આવતું નથી. આ "એમ્બેડ" તૃતીય-પક્ષ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને પ્લેટફોર્મમાં એમ્બેડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે: YouTube અથવા Vimeo વિડિઓ, Imgur અથવા Giphy gifs, SoundCloud ઑડિયો ફાઇલ્સ, Twitter ટ્વીટ્સ અથવા અન્ય લીખીત દસ્તાવેજો જે પ્લેટફોર્મ પરની પોસ્ટમાં દેખાય છે. આ ફાઇલો હોસ્ટ કરેલી સાઇટને તમે તે સાઇટની સીધી મુલાકાત લેતા હોવ તે રીતે ડેટા મોકલે છે (ઉદાહરણ તરીકે, જ્યારે તમે તેમાં એમ્બેડ કરેલ YouTube વિડિઓ સાથે પ્લેટફોર્મ પોસ્ટ પેજ લોડ કરો છો, ત્યારે YouTube તમારી પ્રવૃત્તિ વિશેનો ડેટા મેળવે છે).

અમે તૃતીય પક્ષ સેવાઓ સાથે પણ ભાગીદારી કરીએ છીએ જે તમને પ્લેટફોર્મ પર ચોક્કસ સુવિધાઓ પ્રદાન કરવા માટે સ્વતંત્ર રીતે ડેટા એકત્રિત કરી શકે છે. જેમ અને જ્યારે તમે તેને પ્લેટફોર્મ પર ઍક્સેસ કરો છો ત્યારે તમને આ તૃતીય પક્ષની સેવાઓના ઉપયોગની શરતો વિશે જાણ કરવામાં આવશે. દાખ્લા તરીકે,Snap Inc. એપ પર લેન્સ જેવી કેટલીક વિશેષતાઓના ઉપયોગને સરળ બનાવવા માટે તમારા ચહેરા પરથી છબીઓ એકત્રિત અને સંગ્રહિત કરી શકે છે અને તમને તેમના નિયમો અને શરતો વિશે સૂચિત કરશે( પર ઉપલબ્ધ છે https://snap.com/en-US/privacy/privacy-policy એન્ડ https://snap.com/en-US/terms).

તૃતીય પક્ષ એમ્બેડ અને સેવાઓ સાથે ગોપનીયતાનો સંબંધ#

તૃતીય પક્ષ કયો ડેટા એકત્રિત કરશે અથવા તેઓ તેની સાથે શું કરશે તે પ્લેટફોર્મ નિયંત્રિત કરતું નથી. તેથી, પ્લેટફોર્મ પરની તૃતીય-પક્ષ એમ્બેડ અને સેવાઓ આ ગોપનીયતા નીતિ દ્વારા આવરી લેવામાં આવતી નથી. તે તૃતીય-પક્ષ સેવાની ગોપનીયતા નીતિ દ્વારા આવરી લેવામાં આવે છે. આવી એમ્બેડ અથવા API સેવાઓનો ઉપયોગ કરીને, તમે થર્ડ પાર્ટીની સેવાની શરતોથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો.

થર્ડ પાર્ટી એમ્બેડ અને API સેવાઓનો ઉપયોગ માટે લાગુ થતા થર્ડ પાર્ટી નીતિઓની યાદી:#

હાલમાં પ્લેટફોર્મ પર વપરાશ થતી તૃતીય પક્ષ API સેવાઓની નકરાત્મક યાદી નીચે આપેલી છેઃ

  • નીતિઓ દ્વારા સંચાલિત YouTube API સેવાઓ અહીં ઉપલબ્ધ છે: https://www.youtube.com/t/terms
  • Snap Inc. સેવાની શરતો દ્વારા સંચાલિત સેવાઓ અહીં ઉપલબ્ધ છે: https://snap.com/en-US/terms

જો કોઈ તકરાર અથવા અસંગતતા બને કે પોલિસીઓની પ્રયોગક્ષેત્રતા સાથે, તો આવી તૃતીય પક્ષની સેવાઓનો/ઉત્પાદનો ઉપયોગ તૃતીય પક્ષ નીતિઓ દ્વારા નિયંત્રિત થશે અને અહીં ઉપલબ્ધ MTPL પ્લેટફોર્મ નીતિઓ તૃતીય પક્ષની સેવાઓ/ઉત્પાદનો ઉપલબ્ધ છે અને MTPL દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓની વાત કરવામાં આવશે.

તૃતીય પક્ષના એમ્બેડ્સ સાથે વ્યક્તિગત માહિતી શેર કરવી#

અમુક એમ્બેડ્સ તમને કોઈ ફોર્મ દ્વારા, વ્યક્તિગત માહિતી, જેમ કે તમારા ઇમેઇલ એડ્રેસ માટે પૂછી શકે છે. અમે ખરાબ કલાકારોને પ્લેટફોર્મથી દૂર રાખવા માટે અમારાથી બનતા તમામ પ્રયાસો કરીએ છીએ. ઉપર વર્ણવ્યા મુજબ, તેમની ક્રિયાઓ આ ગોપનીયતા નીતિ દ્વારા આવરી લેવામાં આવતી નથી. તેથી, જ્યારે તમે તમારા ઇમેઇલ એડ્રેસ અથવા કોઈપણ અન્ય વ્યક્તિગત માહિતી માટે પૂછતા પ્લેટફોર્મ પર એમ્બેડ કરેલા ફોર્મ્સ જુઓ ત્યારે કૃપા કરીને સાવચેત રહો. ખાતરી કરો કે તમે તે સમજો છો કે તમે કોને તમારી માહિતી સબમિટ કરી રહ્યાં છો અને તેઓની તેની સાથે શું કરવાની યોજના છે. અમારી ભલામણ છે કે તમે એમ્બેડ કરેલા ફોર્મ દ્વારા કોઈપણ તૃતીય-પક્ષને વ્યક્તિગત માહિતી સબમિટ કરશો નહીં.

તમારું પોતાનું તૃતીય પક્ષનું એમ્બેડ બનાવવું#

જો તમે કોઈ એવું ફોર્મ એમ્બેડ કરો કે જે વપરાશકર્તાઓ દ્વારા વ્યક્તિગત માહિતી સબમિટ કરવાની સુવિધા આપે, તો તમારે એમ્બેડ કરેલા ફોર્મની બાજુમાં લાગુ પડતી ગોપનીયતા નીતિની એક અગત્યની લિંક પ્રદાન કરવી આવશ્યક છે જેમાં સ્પષ્ટપણે જણાવેલ હોય કે તમે એકત્રિત કરેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કેવી રીતે થવાનો છે. આમ કરવામાં નીષ્ફળ રહેવાથી, કંપની પોસ્ટને અક્ષમ કરી શકે છે અથવા તમારા એકાઉન્ટને મર્યાદિત અથવા અક્ષમ કરવા માટે અન્ય પગલા લઇ શકે છે.

અમારા તરફથી સંચાર#

જ્યારે અમને તેમ કરવું જરૂરી લાગે ત્યારે અમે સમયાંતરે તમને સેવા-સંબંધિત જાહેરાતો મોકલી શકીએ છીએ (જેમ કે જ્યારે અમે પ્લેટફોર્મને મેઇન્ટેનન્સ, અથવા સુરક્ષા, ગોપનીયતા, અથવા વહીવટી-સંબંધિત સંચાર માટે અસ્થાયી રૂપે સ્થગિત કરીએ છીએ). અમે તમને તે એસએમએસ દ્વારા મોકલીએ છીએ. તમે આ સેવા-સંબંધિત જાહેરાતોને અટકાવી શકો છો, જે પ્રકૃતિમાં પ્રચાર માટેની નથી અને તેનો ઉપયોગ માત્ર તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે અને તમને પ્લેટફોર્મના મહત્વપૂર્ણ ફેરફારો વિશે માહિતગાર રાખવામાં કરવામાં આવે છે.

તકરાર અધિકારી#

ડેટા સલામતી, ગોપનીયતા અને પ્લેટફોર્મ વપરાશની ચિંતાઓને લગતી તમારી ચિંતાઓને દૂર કરવા માટે અમારી પાસે ફરિયાદ અધિકારી છે. અમે તમારા દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દાઓને પ્રાપ્ત થયાના 30 (ત્રીસ) દિવસની અંદર ઉકેલીશું. તમે મિસ.હરલીન શેઠી, તકરાર અધિકારીને નીચેના પૈકી કોઈ પર સંપર્ક કરી શકો છો:
સરનામું: મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ,
નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક,
સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી,
બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩
ઇમેઇલ: grievance@sharechat.co
નોંધ - ઉપરોક્ત ઇમેઇલ આઈડી પર કૃપા કરીને યુઝરથી સંબંધિત બધી ફરિયાદો મોકલો જેથી અમે તેને જલ્દીથી નિવારી શકીએ.

નોડલ સંપર્ક વ્યક્તિ - કુ. હર્લીન સેઠી
ઇમેઇલ: nodalofficer@sharechat.co
નોંધ - આ ઇમેઇલની તમામ પ્રકારની કોપ અને તપાસ એજન્સીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તાથી સંબંધિત બધી સમસ્યાઓ માટે, કૃપા કરીને grievance@sharechat.co પર સંપર્ક કરો.