Skip to main content

સામગ્રી અને સમુદાય દિશાનિર્દેશો

Last updated: 09th January 2024

આ સામગ્રી અને સમુદાય દિશાનિર્દેશો ("માર્ગદર્શિકા") અમારી વેબસાઇટ https://mojapp.in/short-video-app અને/અથવા મોબાઇલ એપ્લિકેશન અને તેના વર્ઝન ("એપ") પર સ્થિત તમારા ઉપયોગને નિયંત્રિત કરે છે, જે સામૂહિક રીતે "પ્લેટફોર્મ" કહેવાય છે. આ પ્લેટફોર્મ મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ ("MTPL", "કંપની", "અમે" અને "અમારા") દ્વારા પ્રદાન કરવામાં આવે છે, જે ભારતના કાયદા હેઠળ સ્થાપિત ખાનગી કંપની છે, જેની નોંધાયેલ ઓફિસ મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ, નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક, સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી, બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩. "તમે" અને "તમારા" આ શબ્દો પ્લેટફોર્મના વપરાશકર્તાનો સંદર્ભ આપે છે.

આ દિશાનિર્દેશોને ઉપયોગની શરતો, અને ગોપનીયતા નીતિ (સામૂહિક રીતે, "શરતો") સાથે વાંચવાના છે. આ દિશાનિર્દેશોમાં ઉપયોગમાં લેવામાં આવતા કેપિટલ શબ્દોનો, શરતોમાં અર્થ આપેલ હશે.

કૃપા કરીને નોંધ લેવી કે અમે સમયાંતરે આ દિશાનિર્દેશો બદલી શકીએ છીએ અને તેમ કરવાનો અમારો અધિકાર અનામત છે. નવીનતમ અપડેટ કરેલું સંસ્કરણ હંમેશાં ઉપલબ્ધ હશે

અમારું પ્લેટફોર્મ તમને ભારતભરના અને વિશ્વના અન્ય ભાગોના લોકો સાથે જોડે છે. અમે બનાવેલો સમુદાય વૈવિધ્યસભર અને વિવિધ સામગ્રી માટે ગ્રહણશીલ છે પરંતુ પ્લેટફોર્મ વિવિધ પ્રેક્ષકો દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે, જેમાં સગીર અને યુવાન પુખ્ત વયના લોકો શામેલ હોઈ શકે છે. તેથી, અમારા બધા વપરાશકર્તાઓ પ્રમાણભૂત પ્રથાને અનુસરે તેની ખાતરી કરવા માટે અને તમે સર્જનાત્મક રીતે પોતાને વ્યક્ત કરી શકો એ માટે સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે, અમે કડક દિશાનિર્દેશો અને નિયંત્રણો અમલમાં મૂક્યા છે જે પ્લેટફોર્મના ઉપયોગને સંચાલિત કરે છે.

સામગ્રી દિશાનિર્દેશો#

અમે એવી સામગ્રીને સક્રિય રીતે દૂર કરીએ છીએ કે જેની અમારા પ્લેટફોર્મ પર મંજૂરી ન હોય અને તે અમારા દિશાનિર્દેશો તેમજ લાગુ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોય. જો આવી સામગ્રી અમારા ધ્યાન પર આવે, તો અમે તેને કાઢી શકીએ છીએ અથવા વપરાશકર્તાના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી શકીએ છીએ. જો તમને આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રી જોવા મળે, તો અમે તમને તેની રિપોર્ટ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સર્જકનો ઉદ્દેશ મહત્વપૂર્ણ છે. અમે સર્જનાત્મક સ્વતંત્રતાના મહત્વને સમજીએ છીએ, તેમ છતાં અમે એવી સામગ્રીનું સ્વાગત નથી કરતા જેનો ઉદ્દેશ પર અસ્વસ્થતા લાવવાનો હોય, દ્વેષપૂર્ણ ભાષણ અને દુરુપયોગ તરીકે ગણી શકાય તેવી વસ્તુઓ ફેલાવવાનો હોય, હિંસા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હોય અથવા સર્જક અથવા આર્ટીસ્ટ ઇકોસિસ્ટમમાં અવરોધ ઊભો કરતી હોય.

a. લાગુ કાયદાઓનું પાલન#

અમારા પ્લેટફોર્મ પર તમારા દ્વારા અપલોડ કરવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી, ટિપ્પણી કરવામાં આવતી અથવા શેર કરવામાં આવતી સામગ્રી, એટલે સુધી માર્યાદિત કર્યા વિના, બધી સામગ્રીએ, ભારતના કાયદાઓનું પાલન કરવું જોઈએ, જેમાં આવા કાયદા હેઠળ કરવામાં આવેલા તમામ નિયમો અને સુધારાઓ સહીત, ભારતીય દંડ સંહિતા, 1860 અને, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 શામેલ છે પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી. અમે કાનૂની સત્તાઓને સહયોગ કરીએ છીએ અને લાગુ કાયદાના ભંગના કિસ્સામાં અમલીકરણ તંત્રનું પાલન કરીએ છીએ.

જો સામગ્રી એકતા, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અથવા ભારતની સાર્વભૌમત્વ, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર વ્યવસ્થાને ધમકી આપે તો સામગ્રી અપલોડ કરી શકાશે નહીં, ટિપ્પણી કરી શકશો નહીં અથવા શેર કરી શકાશે નહીં. તમે એવી સામગ્રી પોસ્ટ કરી શકશો નહીં કે તેમાં કોઈ અન્ય રાષ્ટ્રનું અપમાન કરનારી સામગ્રી સાથે જોડાઈ શકશો નહીં, કોઈપણ ગુનાઓનું કમિશન ઉશ્કેરે છે અથવા ગુનાઓની તપાસ અટકાવે છે.

b. નગ્નતા અને અશ્લીલતા#

અમે એવી સામગ્રીની મંજૂરી આપીએ છીએ જેમાં મર્યાદિત જાતીય છબી હોઈ શકે, પરંતુ જો તે કલાત્મક અને શૈક્ષણિક હેતુઓ, જાહેર જાગૃતિ, રમૂજ અથવા વ્યંગ્યાત્મક હેતુઓ માટે પોસ્ટ કરવામાં આવી હોય. એવી સામગ્રી કે જેમાં નીચે જણાવેલનો સમાવેશ થતો હોય તે પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છે અને તેને આ દિશાનિર્દેશોનું સખત ઉલ્લંઘન માનવામાં આવશે:

  • લૈંગિક રીતે સ્પષ્ટ, અશ્લીલ અથવા નગ્ન સામગ્રી અથવા છબીઓ/વિડિઓઝ કે જે ગુપ્તાંગો (જાતીય અંગો, સ્ત્રીના સ્તનો અને સ્તનની ડીંટડી, નિતંબ) ને ઉજાગર કરે અને/અથવા જાતીય પ્રવૃત્તિઓનું ચિત્રણ કરે;
  • સમાધાનકારી સ્થિતિમાં લોકોના વિડિઓઝ અથવા છબીઓ અથવા એવી સામગ્રી કે જે જાતીય ક્રિયાઓ/હાવભાવ, અથવા ફેટીશ અથવા ઈરોટિક ઉદ્દેશ અથવા જાતીય ઉત્તેજનાનું ચિત્રણ કરતી હોય;
  • સેક્સટોર્શન અથવા રિવેન્જ પોર્નોગ્રાફી;
  • હેવાનિયત અથવા ઝૂઓફિલિયા;
  • એવી સામગ્રી કે જે કોઈપણ વ્યક્તિનું શોષણ કરે અથવા તેને જોખમમાં મૂકે (ઉદાહરણ તરીકે, ફોન નંબરોને જાહેર કરવા, અથવા વેશ્યાવૃત્તિ અથવા એસ્કોર્ટ સેવાઓ માટે પ્રોત્સાહિત કરવા અથવા યાચના કરવાના હેતુઓ સહિત કોઈ વ્યક્તિના શોષણ અથવા જોખમમાં મુકવાના ઉદ્દેશવાળી કોઈ અન્ય વ્યક્તિગત માહિતી);
  • ચાઈલ્ડ પોર્નોગ્રાફી (જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી બનાવવી, પ્રોત્સાહન આપવું, મહિમા કરવો, ટ્રાન્સમિશન અથવા બ્રાઉઝિંગ શામેલ છે પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી); અથવા
  • બળાત્કાર, જાતીય ઓબ્જેકટીફીકેશન, અસંમતિપૂર્ણ પ્રવૃત્તિઓ અને છેડતી પરની સામગ્રી

c. પજવણી અથવા ગુંડાગીરી#

અમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની પજવણી અથવા ગુંડાગીરીની નિંદા કરીએ છીએ. અમે અમારા વપરાશકર્તાઓને ભાવનાત્મક અથવા માનસિક તણાવના ભય વિના પોતાને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવાનો ઇરાદો રાખીએ છીએ. અમે તમને એવી કોઈપણ સામગ્રીને અવગણવાની વિનંતી કરીએ છીએ જે તમને નગણ્ય અને ત્રાસજનક લાગતી હોય. આ ઉપરાંત, અમે તમને એવી કોઈપણ સામગ્રીની જાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ કે જે અન્ય વ્યક્તિની પજવણી કરતી હોય અથવા કોઈપણ વ્યક્તિની અધોગતિ કરવાનો અથવા શરમજનક બનાવવાનો ઇરાદો રાખતી હોય.

આ દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે પાત્રતાવાળી સામગ્રીમાં શામેલ છે, પરંતુ તે આટલે સુધી મર્યાદિત નથી:

  • અપમાનજનક ભાષા અથવા શાપ આપતા શબ્દો, મોર્ફ્ડ છબીઓ અને/અથવા દુર્ભાવનાપૂર્ણ રેકોર્ડિંગ્સ પોસ્ટ કરવા.
  • કોઈને તેમની જાતિ,અપમાનજનક અથવા પરેશાન, દેખાવ, જ્ઞાતિ, રંગ, અપંગતા, ધર્મ, જાતીય પસંદગીઓના આધારે ઓબ્જેકટીફાઈ કરવા અને/અથવા જાતીય પ્રગતિ કરવી અથવા અન્યથા જાતીય ગેરવર્તનમાં સામેલ થવું આ પ્લેટફોર્મ પર સહન કરવામાં આવશે નહીં. એ જ રીતે, ઉપર જણાવેલ સામગ્રીના આધારે અન્યથા અથવા કોઈપણ વ્યક્તિ પાસેથી ગેરવસૂલી કરવી અથવા બ્લેકમેઇલ કરવા પર સખત પ્રતિબંધિત છે.
  • જો કોઈ તમને તેમના એકાઉન્ટથી અવરોધિત કરે, તો કૃપા કરીને કોઈ જુદા એકાઉન્ટમાંથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશો નહીં. જો કોઈ વપરાશકર્તા તમારી સાથે પ્લેટફોર્મ પર જોડાવા માંગતા નથી, તો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તે નિર્ણયનો આદર કરો અને સામે પક્ષે પણ સમાન.
  • કોઈપણ વ્યક્તિની કોઈ છબી અથવા માહિતી કે જે તેમની પજવણી, તણાવ અથવા જોખમમાં મૂકવાના ઇરાદા સાથે તેમની સંમતિ વિના શેર કરવામાં આવી હોય. -કોઈને નાણાંકીય લાભ માટે પજવવા અથવા તેમને કોઈ ઇજા પહોંચાડવા માટે પોસ્ટ કરેલી ખોટી માહિતી.

તેમ છતાં, જો કોઈ બાબતમાં આવી વ્યક્તિઓની ગંભીર ચર્ચા અને વિચારણા શામેલ હોય કે જેને સમાચારમાં દર્શાવવામાં આવ્યા હોય અથવા મોટી સંખ્યામાં જાહેર પ્રેક્ષકો હોય, તો અમે તેને શરતો અને આ દિશાનિર્દેશોને આધિન મંજૂરી આપી શકીએ છીએ.

d. બૌદ્ધિક સંપત્તિ#

અમારું લક્ષ્ય બૌદ્ધિક સંપત્તિ અધિકારોની રક્ષા કરવાનું છે અને આવા અધિકારોના ઉલ્લંઘનને ગંભીર ગેરવર્તન માનીએ છીએ. સાહિત્યિક, સંગીત સંબંધી, નાટકીય, કલાત્મક, અવાજના રેકોર્ડિંગ્સ, સિનેમેટોગ્રાફિક કાર્યો, જેવી બધી સામગ્રી બૌદ્ધિક સંપત્તિ સુરક્ષાને આધિન છે.

મૂળ ન હોય અને જે સામગ્રી/કાર્યોમાં જેમના બૌદ્ધિક સંપત્તિ હકોની માલિકી હોય એવા વ્યક્તિગત/સંસ્થામાંથી નકલ કરવામાં આવી હોય એવી સામગ્રીને પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાની મંજૂરી નથી. કોઈપણ સામગ્રી કે જે તૃતીય પક્ષોના બૌદ્ધિક સંપત્તિ હકોનું ઉલ્લંઘન કરે તે દુર કરવામાં આવશે અને પુનરાવર્તિત કસૂરદાર વપરાશકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જો તમે પ્લેટફોર્મની અંદરથી આવી સામગ્રી ફરીથી શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને સામગ્રીના અધિકૃત સ્રોતને દર્શાવતા કોઈપણ લક્ષણો, વોટરમાર્ક અને મૂળ કેપ્શંસને દૂર કરશો નહીં. આ ઉપરાંત, કૃપા કરીને સામગ્રીમાં બૌદ્ધિક સંપત્તિ હકોના માલિક હોય એવા તમારા સાથી વપરાશકર્તાઓ અથવા કોઈપણ અન્ય સંસ્થા/વ્યક્તિગત પાસેથી જરૂરી પરવાનગી લો અને તેમના નામ અને/અથવા મૂળ સ્રોતનો ઉલ્લેખ કરીને તેમને યોગ્ય ક્રેડિટ આપો.

e.હિંસા#

હિંસામાં એવી બધી સામગ્રી શામેલ છે કે જે સામગ્રી લોહિયાળ હોવાને કારણે અમારા વપરાશકર્તાઓને અગવડતા થાય, જેમાં શારીરિક હિંસાનું નિરૂપણ કરતી અથવા પ્રાણીઓ પર ક્રૂરતા દર્શાવતી હિંસા અને વેદનાને મહિમા આપતી, અથવા હિંસા ભડકાવવાનો ઇરાદો રાખતી ચિત્રાત્મક છબીઓ અથવા વિડિઓઝ શામેલ છે પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી. ખતરનાક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે, અથવા આતંકવાદ, સંગઠિત હિંસા અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ, જૂથો અથવા નેતાઓની પ્રશંસા કરે એવી સામગ્રી પર સખત પ્રતિબંધ છે.

પ્લેટફોર્મ પર હિંસાથી સંબંધિત શૈક્ષણિક અથવા માહિતીપ્રદ સામગ્રીની મંજૂરી આપી શકાય છે. કાલ્પનિક સેટ-અપ, માર્શલ આર્ટના રૂપમાં પ્લેટફોર્મ પર હિંસક સામગ્રીને આ દિશાનિર્દેશોને આધિન મંજૂરી આપવામાં આવી શકે છે.

f. દ્વેષપૂર્ણ ભાષણ અને ભ્રામક પ્રચાર (પ્રોપગેન્ડા)#

એવી સામગ્રી કે જે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથ સામે હિંસક વર્તનને પ્રોત્સાહન આપે, ડરાવવા માગે, કોઈ પણ ખાસ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશીયતા, સમુદાય, રાષ્ટ્રીયતા, અપંગતા (શારીરિક અથવા માનસિક), રોગ અથવા લિંગને લક્ષ્ય બનાવે અથવા અપમાનિત કરે તે પ્રતિબંધિત છે. કોઈપણ પ્રકારની સામગ્રી જેમાં ધર્મ, જ્ઞાતિ, વંશીયતા, સમુદાય, જાતીય અભિગમ અથવા લિંગ ઓળખ શામેલ છે, પરંતુ એટલે સુધી મર્યાદિત નથીને આધરે નફરત ઉત્પન્ન કરે અથવા જેનો દ્વેષ અથવા નફરતવાળો ભ્રામક પ્રચાર પેદા કરવા અથવા ફેલાવવાનો હેતુ હોય તેની પણ મંજૂરી નથી. અમે એવી સામગ્રીને સ્વીકારતા નથી કે જે ભેદભાવ ફેલાવે, ઉપરોક્ત લક્ષણોના આધારે હિંસાને યોગ્ય ઠેરવવાનો ઇરાદો રાખતી હોય અને કોઈપણ અર્થમાં અથવા નકારાત્મક સૂચિતાર્થ સાથે વ્યક્તિગત અથવા વ્યક્તિઓના જૂથને ગૌણ ગણાવે.

અમે તમને અમારા વપરાશકર્તાઓમાં આક્રોશ પેદા કરી શકે અને તેમને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે એવી ઉશ્કેરણીકારક ટિપ્પણી કરવાનું ટાળવા અને થિયરીઓ અથવા દ્વેષપૂર્ણ વિચારધારાઓ પ્રકાશિત નહીં કરવાની વિનંતી કરીએ છીએ. અમે પ્લેટફોર્મ પર એવી સામગ્રી પોસ્ટ કરવાના સ્પષ્ટ હેતુને આધિન, આ મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અથવા તેને પડકારવા માંગતી હોય એવી સામગ્રીને મંજૂરી આપી શકીએ છીએ.

g. સંગીત લાઇબ્રેરીનો ઉપયોગ#

અમારી પાસે વિશાળ મ્યુઝિક લાઈબ્રેરી તમારા માટે ઉપલબ્ધ છે જેને તમે શામિલ અને ઉપયોગ કરી શકો છો. પ્લેટફોર્મ પર તમારી સર્જનાત્મકતા અને પ્રતિભા દર્શાવવા માટે સામગ્રી બનાવવા માટે તમે આ સંગીતનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો. તેમ છતાં, કૃપા કરીને નોંધ લેવી કે લાઇબ્રેરીમાં સંગીતનો ઉપયોગ અમુક શરતો દ્વારા મર્યાદિત છે. દા.ત.:

  • તમે શામેલ કરી શકો છો તે સંગીતની લંબાઈ ભિન્ન છે અને કોઈ પણ સંજોગોમાં 60 સેકંડથી વધુ હોઈ શકતી નથી;
  • તમારો ઉપયોગ બિન-વ્યવસાયિક પ્રકૃતિનો હોવો આવશ્યક છે;
  • કૃપા કરીને કોઈની ઉપેક્ષા કરશો નહીં અથવા આ સમુદાય દિશાનિર્દેશો અથવા કોઈપણ અન્ય લાગુ શરતોનું ઉલ્લંઘન કરીને સંગીતનો ઉપયોગ કરશો નહીં.

જો ઉપયોગ આ શરતો અથવા લાગુ કાયદાઓ અથવા લાગુ કાયદા સાથે અસંગત હોય, તો અમે તમારી સામગ્રીમાં સંગીતને અક્ષમ કરવાનો, સામગ્રી દૂર કરવાનો અથવા તેના શેરિંગ/ઍક્સેસને મર્યાદિત કરવાનો અધિકાર રાખીએ છીએ. અમારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ સંગીત સતત બદલાતું રહે છે અને શક્ય છે કે આજે અમારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કેટલાક સંગીત ભવિષ્યમાં ઉપલબ્ધ ન પણ હોય. આવી ક્રિયાઓના કારણે તમને જે નુકસાન અથવા ઈજા (સંગીતનું નુકસાન, સંગીતનું નિષ્ક્રિયકરણ, ટેકડાઉન વગેરે) થઇ શકે તેના માટે અમે જવાબદાર નથી.

અમે વપરાશકર્તાઓને તેમના ઉપકરણ પર બનાવેલા વિડિઓઝ અપલોડ કરવાની ક્ષમતા પ્રદાન કરીએ છીએ જેમાં અમારી સંગીત લાઇબ્રેરીની બહારનું સંગીત હોઈ શકે છે. એવા સંજોગોમાં કે જ્યાં વિડિઓમાં સંગીત તૃતીય પક્ષના કૉપિરાઇટનું ઉલ્લંઘન કરે છે અને આ અમારા ધ્યાનમાં લાવવામાં આવે છે, તો અમે વિડિઓને મૌન કરી અથવા દુર કરી શકીએ છીએ.

h. દુરૂપયોગ, સ્વ-ઇજા અથવા આત્મહત્યા#

અમે એવી સામગ્રીને મંજૂરી આપતા નથી કે જે આત્મહત્યા અથવા એવી વૃત્તિઓ દર્શાવે, સ્વ-ઇજા અને નુકસાનને ઉત્તેજિત કરે, અથવા ખતરનાક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને પ્રોત્સાહિત કરે. એવી કોઈપણ સામગ્રી પોસ્ટ કરવી કે જે કોઈપણ, બાળક કે પુખ્ત વયના વ્યક્તિના શારીરિક, માનસિક, જાતીય અથવા મનોવૈજ્ઞાનિક ગેરવર્તન, અવગણના અથવા દુરૂપયોગથી સંબંધિત હોય તેની સખત મનાઈ છે. કોઈપણ માધ્યમ દ્વારા આત્મઘાત દર્શાવતી, સ્વ-ઈજા અથવા આત્મહત્યાનો મહિમા કરતી અથવા આત્મઘાત કેવી રીતે કરવું તે અંગેના સૂચનો આપતી સામગ્રીની પણ મંજૂરી નથી. આગળ, માનસિક/શારીરિક રીતે દુર્વ્યવહાર, દુરૂપયોગ, સ્વ-ઇજા અથવા ઘરેલું અથવા હિંસાના કોઈપણ અન્ય પ્રકારોના પીડિતો અથવા બચી ગયેલાની ઓળખ, ટેગ્સ, હુમલા અને અમાનવીયતા કરતી સામગ્રી પ્રતિબંધિત છે.

અમે આવી ગંભીર સમસ્યાઓમાંથી પસાર થનારાઓને ટેકો, સહાય અને રાહત આપવાનો ઇરાદો ધરાવતી સામગ્રીને મંજૂરી આપીએ છીએ. અમે આવી સામગ્રી પોસ્ટ કરવાના ઉદ્દેશને આધિન, વપરાશકર્તાઓને તેમના અનુભવો શેર કરવા માટે પણ મંજૂરી આપીએ છીએ જેથી જેમને સહાયની જરૂર તેવા લોકો માટે ઉપાયની પદ્ધતિઓ પૂરી પાડી શકાય.

i. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ#

અમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હિમાયત કરતી અથવા પ્રોત્સાહન આપતી સામગ્રી સામે શૂન્ય-સહનશીલતા રાખીએ છીએ. અમે સંગઠિત અપરાધ, ગુનાહિત પ્રવૃત્તિઓ, શસ્ત્રો, હથિયારો અને વિસ્ફોટકોના પ્રોત્સાહન/વેચાણ/ઉપયોગ, હિંસા અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ. ગેરકાયદેસર ચીજવસ્તુ અથવા સેવાઓ, નિયંત્રિત ચીજવસ્તુઓ, ડ્રગ્સ અને નિયંત્રિત પદાર્થોનું વેચાણ, અને જાતીય સેવાઓની યાચના અથવા વેચાણ સખત રીતે પ્રતિબંધિત છે.

અમે એવી સામગ્રીને મંજૂરી આપતા નથી જે બાળકોને ત્રાસદાયક, નુકસાનકારક અથવા અપમાનજનક બનાવે છે.

વપરાશકર્તાઓ મની લોન્ડરિંગ અથવા જુગાર સાથે સંબંધિત અથવા પ્રોત્સાહિત કરેલી સામગ્રી પોસ્ટ કરી શકશે નહીં.

વપરાશકર્તાઓને ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, બોમ્બ બનાવવા અથવા પ્રોત્સાહન આપવું અથવા ડ્રગ્સનું સેવન અથવા વેપાર શામેલ છે પરંતુ તે એટલે સુધી મર્યાદિત નથી, વિશે વપરાશકર્તાઓને ટ્યુટોરિયલ્સ અથવા સૂચનો દર્શાવતી અથવા શિક્ષિત કરતી સામગ્રી પોસ્ટ કરવાની મંજૂરી નથી. ભારત સરકાર દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલા આવા માલ અને સેવાઓ સાથે સંકળાયેલા કોઈપણ વ્યવહાર અથવા ગિફ્ટની યાચના કરવા અથવા સુવિધા આપવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં. વ્યક્તિગત અથવા આર્થિક લાભ મેળવવા માટે અન્ય વ્યક્તિ (જેમ કે તમારા પરિજનો, મિત્રો, હસ્તીઓ, બ્રાન્ડ અથવા કોઈપણ અન્ય વ્યક્તિઓ/સંસ્થાઓ) ની નકલ કરવાને અને અમારા પ્લેટફોર્મ પર ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીનું વિતરણ કરવાને છેતરપિંડી માનવામાં આવશે. કમ્પ્યુટર વાયરસ, માલવેર અથવા કોઈપણ કમ્પ્યુટર સંસાધનની કાર્યક્ષમતાને પ્રતિબંધિત કરવા માટે રચાયેલ અન્ય કોઈપણ કમ્પ્યુટર કોડ ધરાવતી સામગ્રી, પ્લેટફોર્મ પર અપલોડ કરી શકાતી નથી.

j. બિન-સંમતિપૂર્ણ (વ્યક્તિગત) સામગ્રી#

પોસ્ટ કરવામાં આવી રહેલી સામગ્રીને જેમણે સ્પષ્ટ સંમતિ આપી નથી એવા અન્ય લોકોના ચિત્રો અથવા વિડિઓઝ સહિત અન્ય વ્યક્તિની વ્યક્તિગત સામગ્રી અથવા ડેટા અથવા માહિતીને પોસ્ટ કરવાની અથવા દુરૂપયોગ કરવાની મંજૂરી નથી. કોઈની ગોપનીયતા માટે આક્રમક હોય તેવી સામગ્રી પોસ્ટ કરશો નહીં. અમે આવી સામગ્રીને દૂર કરીશું.

કોઈના વ્યક્તિગત ડેટા અથવા સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને જાહેર કરવી જેમાં શામેલ છે પરંતુ એટલે સુધી માર્યાદિત નથી: સંપર્ક માહિતી, સરનામું, નાણાકીય માહિતી, આધાર નંબર, સ્વાસ્થ્ય વિશેની માહિતી, જાતીય અથવા અંતરંગ છબીઓ અને વિડિઓઝ અને પાસપોર્ટની માહિતી, અથવા આવી માહિતી જાહેર કરવા અથવા વાપરવા માટે કોઈને ધમકી આપવાને પજવણી તરીકે ગણવામાં આવશે, અને આવી પ્રવૃત્તિઓ કડક રીતે અસ્વીકાર્ય છે.

k. સ્પામ#

એવી સામગ્રી જે વપરાશકર્તાઓને તેના મૂળ, ખોટી જાહેરાત, કપટપૂર્ણ અથવા ભ્રામક રજૂઆતો અને સુરક્ષા ઉલ્લંઘનો વિશે ગેરમાર્ગે દોરે છે, તે વ્યાપારી સ્પામના દાયરામાં આવે છે. આવી સામગ્રી, જ્યારે નફો માટે પોસ્ટ કરવામાં આવે છે, તે વ્યાપારી સ્પામની સમકક્ષ છે. સ્પામ પ્લેટફોર્મની સરળ કામગીરીમાં દખલ કરે છે અને અન્ય વપરાશકર્તાઓને શેરિંગ અને કનેક્ટ થવાથી અટકાવે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે શેર કરો છો તે સામગ્રી અધિકૃત છે અને પ્લેટફોર્મ પર લોકોને મંજૂરી આપે છે.

l. ખોટા સમાચાર#

અમારા પ્લેટફોર્મ પર અમે ખોટી માહિતીના ફેલાવા સામે લડવાનું લક્ષ્ય રાખીએ છીએ. વપરાશકર્તાઓ અથવા મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી ઇરાદાપૂર્વક ખોટી માહિતી, દુષ્પ્રચાર, અફવાઓ અથવા નકલી પ્રચાર, ફેલાવતી કોઈપણ પ્રકારની સામગ્રીની પરવાનગી નથી. અમે પહેલાથી અસ્તિત્વમાં હોય એવા સમાચારોની તેમાં બિન-તથ્ય તત્વો દાખલ કરીને અતિશયોક્તિ કરે એવી સામગ્રી પોસ્ટ કરવાનું પ્રતિબંધિત કરીએ છીએ.

અમે પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરે અથવા બનાવટી સામગ્રી માટે રસ્તો બનાવવાનો પ્રયાસ કરે, અથવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે, અથવા ખોટી માહિતીના આધારે તેમની નાણાકીય કે રાજકીય સ્થિતિને નુકસાન પહોંચાડે એવી સામગ્રીને મંજૂરી આપતા નથી. ખોટા સમાચારોનો સામનો કરવા માટે અમે તૃતીય પક્ષના ફેક્ટ ચેકર્સને સંલગ્ન કરીએ છીએ જેના આધારે અમે એવી સામગ્રીનો જે ભાગ તથ્યાત્મક રીતે ખોટો હોવાનું જણાયું હોય તેના માટે અમારા વપરાશકર્તાઓને સક્રિયપણે ચેતવણી આપીએ છીએ. અમે તમને આને ધ્યાનમાં લેવા અને તે મુજબ કાર્ય કરવા વિનંતી કરીએ છીએ.

તેમ છતાં, અમે ખોટા સમાચારને કોઈપણ વ્યંગ્ય અથવા પેરોડીઝ સાથે ગૂંચવતા નથી. અમે પ્લેટફોર્મ પર આવી સામગ્રીની મંજૂરી આપીએ છીએ જો સામગ્રી અન્ય વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરે નહીં અને એની પાછળનો ઉદ્દેશ ખોટી માહિતી ફેલાવવાનો ન હોય.

સમુદાય દિશાનિર્દેશો#

જ્યારે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમારી પાસેથી અમુક ધારાધોરણોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ:

a.યોગ્ય રીતે ટેગ કરો#

બધી પોસ્ટ્સને સૌથી યોગ્ય ટેગ સાથે ટેગ કરવી જોઈએ. જો આવા ટેગ અસ્તિત્વમાં ન હોય, તો પછી તે મુજબ તેને બનાવો. પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રીમાં કોઈ અસ્પષ્ટ અથવા અયોગ્ય ટેગ હશે, તેની રિપોર્ટ કરવામાં આવશે, તો તેને ફીડમાંથી દૂર કરવામાં આવશે.

b. વિષય પર રહો#

આ પ્લેટફોર્મ ખુબ જ એકટીવ છે. ખાતરી કરો કે તમે પોસ્ટ કરેલી કોઈપણ સામગ્રી, પોસ્ટના કેપ્શન અને ટેગ્સથી સંબંધિત છે. એવી સામગ્રી કે જે કેપ્શન અથવા ટેગ્સથી સંબંધિત ન હોય, અથવા કોઈ ચોક્કસ પોસ્ટ માટે ગેરવાજબી હોય, તો તેને દૂર કરવામાં આવશે. ઓફ-ફ-ટ્રેક થશો નહીં.

c. બહુવિધ/ખોટી પ્રોફાઈલો#

તેમની પજવણી કરવાના અથવા ધમકાવવાના ઇરાદા સાથે અથવા વિના, કોઈ વ્યક્તિ અથવા સંસ્થાની બનાવટી પ્રોફાઇલ બનાવવી અને ગેરમાર્ગે દોરતી અથવા છેતરામણી રીતે કોઈની નકલ કરવાની મંજૂરી નથી. સમુદાય પ્રોફાઇલ્સ, માહિતીપ્રદ પ્રોફાઇલ્સ અને લોકપ્રિય હસ્તીઓની ફેન પ્રોફાઇલ્સ માટે અમે અપવાદોને મંજૂરી આપીએ છીએ. લોકપ્રિય હસ્તીઓના વ્યંગિત અથવા પેરોડી એકાઉન્ટ્સને પણ મંજૂરી છે જ્યાં સુધી તેનો હેતુ અન્ય વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો ન હોય અને પ્રોફાઇલના વર્ણનમાં અથવા પ્રોફાઇલના સ્ટેટસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.

d. સલામતી અને સુરક્ષા#

પોસ્ટ્સ અથવા ટિપ્પણીઓમાં અન્યને સંબોધન કરતી વખતે કોઈની પજવણી કરવી અથવા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. એવું કંઈ પણ ન કરો કે જેનાથી અન્ય વપરાશકર્તાઓ અસ્વસ્થતા અનુભવે. જો તમે અન્ય વપરાશકર્તાઓ માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉભી કરવાનો પ્રયાસ કરશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

e. કાનૂની પરિણામોથી સાવધ રહો#

કાયદાનું અજ્ઞાન એ તમારી ક્રિયાઓ માટે જવાબદારીમાંથી છૂટવાનું બહાનું નથી. અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે, તમારે ડિજિટલ વાતાવરણમાં વર્તણૂકનું સંચાલન કરતા કાયદા અને નિયમોનું પાલન કરવું પડશે. કૃપા કરીને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે તમારા અધિકારક્ષેત્રમાં બધા લાગુ કાયદાઓનો આદર કરો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દર્શાવતી, પ્રોત્સાહિત કરતી, ઓફર કરતી, પ્રચાર કરતી, મહિમા કરતી અથવા યાચના કરતી કોઈપણ સામગ્રીને સહન કરવામાં આવશે નહીં.

f. સસ્પેન્શનને ટાળવું#

કોઈપણ એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનો અમારો નિર્ણય વપરાશકર્તા માટે બંધનકર્તા છે. અન્ય એકાઉન્ટ, ઓળખ, વ્યક્તિત્વ અથવા અન્ય વપરાશકર્તા એકાઉન્ટ પર હાજરી આપીને સસ્પેન્શનને અવરોધવાનો કોઈપણ પ્રયાસ સસ્પેન્શનમાં પરિણમશે. જો તમે સસ્પેન્શનને ટાળવાનો પ્રયાસ કરશો, તો અમને અમારી સાથેના તમારા એકાઉન્ટને સમાપ્ત કરવાની અને તમને અમારી સાથે નોંધણી કરવાથી અવરોધિત કરવાની ફરજ પડી શકે છે.

પ્લેટફોર્મ સુરક્ષા#

રિપોર્ટિંગ#

જ્યારે તમે આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રી અથવા પ્રવૃત્તિ જુઓ, ત્યારે કૃપા કરીને રિપોર્ટ બટન પર ટેપ અથવા ક્લિક કરો. જ્યારે તમે સામગ્રીને રિપોર્ટ કરશો, ત્યારે અમે સામગ્રી પર પ્રક્રિયા કરી અને સમીક્ષા કરીશું. જો અમને સામગ્રી અથવા પ્રવૃત્તિ અમારા પ્લેટફોર્મ માટે અયોગ્ય લાગશે, તો અમે તેને દૂર કરીશું. જો તમે માનતા હો કે પ્લેટફોર્મ પરની કોઈપણ સામગ્રી કૉપિરાઇટ ધારક તરીકે તમારા અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમારા grievance@sharechat.co નો ઉપયોગ કરીને કૉપિરાઇટ માટે દાવો નોંધાવી શકો છો અને તેને વધુ સમીક્ષા અને કાર્યવાહી માટે અમારી ટીમ પાસે મોકલવામાં આવશે. પ્લેટફોર્મ પર એવી સામગ્રી પણ હોઈ શકે છે જે તમને ગમતી નથી પરંતુ તે આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી નથી. એવા સંજોગોમાં, અમે તમને આવા વપરાશકર્તાઓને અનફોલો અથવા બ્લોક કરવાની વિનંતી કરીએ છીએ.

મધ્યસ્થી સ્થિતિ અને સામગ્રીની સમીક્ષા#

અમે લાગુ કાયદા અનુસાર મધ્યસ્થી છીએ. અમારા વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર શું પોસ્ટ કરે છે, ટિપ્પણી કરે છે, શેર કરે છે અથવા કહે છે તેના પર અમે નિયંત્રણ રાખતા નથી અને તેમની (અથવા તમારી) ક્રિયાઓ માટે જવાબદાર નથી (ભલે તે ઓનલાઇન અથવા ઓફલાઇન હોય). અમે અન્ય લોકો દ્વારા આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ માટે જવાબદાર નથી પછી ભલે તમે તેને અમારી સેવાઓ દ્વારા ઍક્સેસ કરો. અમારા પ્લેટફોર્મ પર જે કંઈપણ થાય છે તેની અમારી જવાબદારી અને ફરજ ભારતના કાયદા દ્વારા સખત રીતે સંચાલિત અને મર્યાદિત છે.

અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે જે પોસ્ટ કરો છો અને તમે જે જુઓ છો તેના માટે તમે જવાબદાર રહેશો. જો અમારા વપરાશકર્તાઓમાંથી કોઈ પણ તમારી સામગ્રીને આ દિશાનિર્દેશો વિરુદ્ધ હોવાની રિપોર્ટ કરશે, તો અમે જરૂરિયાત મુજબ અમલીકરણની કાર્યવાહી કરી શકીએ છીએ.

ગ્રીવન્સ ઓફિસર#

શેરચેટમાં ડેટા સલામતી, ગોપનીયતા અને અન્ય પ્લેટફોર્મ વપરાશની સમસ્યાઓ સંબંધિત તમારી ચિંતાઓને દૂર કરવા માટે એક ફરિયાદ અધિકારી છે.

તમે શ્રી શગુન બાલ્ડવા, ફરિયાદ અધિકારી નીચેનામાંથી કોઈપણ પર સંપર્ક કરી શકો છો:

સરનામું: મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ,
નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક,
સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી,
બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩. સોમવારથી શુક્રવાર.
ઇમેઇલ: grievance@sharechat.co
નોંધ - ઉપરોક્ત ઇમેઇલ આઈડી પર કૃપા કરીને યુઝરથી સંબંધિત બધી ફરિયાદો મોકલો જેથી અમે તેને જલ્દીથી નિવારી શકીએ.

નોડલ સંપર્ક વ્યક્તિ - કુ. હર્લીન સેઠી
ઇમેઇલ: nodalofficer@sharechat.co
નોંધ - આ ઇમેઇલની તમામ પ્રકારની કોપ અને તપાસ એજન્સીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તાથી સંબંધિત બધી સમસ્યાઓ માટે, કૃપા કરીને grievance@sharechat.co પર સંપર્ક કરો.

પડકારવાનો અધિકાર#

જો તમે અપલોડ કરેલી અથવા પોસ્ટ કરેલી સામગ્રી, અથવા તમારી પ્રવૃત્તિને અન્ય વપરાશકર્તા દ્વારા રિપોર્ટ કરવામાં આવે, અમે તમને આવા દૂર કરવા અને તેના માટેના અમારા કારણો વિશે જાણ કરીશું., અને તમારું માનવું હોય કે તમારી સામગ્રી અયોગ્ય રીતે દૂર કરવામાં આવી છે, તો તમે દૂર કરવાને પડકારવા માટે grievance@sharechat.co પર અમને લખી શકો છો. અમે સામગ્રીની ફરીથી સમીક્ષા કરી શકીએ છીએ અને નિર્ધારિત કરી શકીએ છીએ કે શું તેને પ્લેટફોર્મ પર ફરીથી પોસ્ટ કરી શકાય છે કે કેમ.

ઉલ્લંઘન કરનારાઓ સામે અમારી કાર્યવાહી#

આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે અમે સખત અને તાત્કાલિક કાર્યવાહી કરીએ છીએ. જો તમારી પ્રોફાઇલ આ દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે રિપોર્ટ કરવામાં આવશે, તો પછી તમારી પ્રોફાઇલ હંગામી ધોરણે સસ્પેન્ડ થઈ શકે છે. આ દિશાનિર્દેશોના વારંવાર ભંગના સંજોગોમાં, અમને અમારી સાથેના તમારા એકાઉન્ટને કાયમી ધોરણે સમાપ્ત કરવાની અને તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાથી અવરોધિત કરવાની ફરજ પડી શકે છે.

અમારી ગાઈડલાઈનનું પાલન ન કરવાના કિસ્સામાં અમારા દ્વારા લેવામાં આવી શકે તેવી ઉપરોક્ત ક્રિયાઓ ઉપરાંત, તમે આવા ઉલ્લંઘનો માટે વ્યક્તિઓ/નિયમનકારો/કાનૂની સત્તાવાળાઓ પાસેથી વ્યક્તિગત, નાગરિક અને ગુનાહિત જવાબદારી પણ ઉઠાવી શકો છો.કૃપા કરીને નીચે IT નિયમોના નિયમ 3(1)(b) સાથે વાંચવામાં આવેલા કાયદાઓની વિવરણાત્મક અને સૂચક સૂચિ જુઓ, જે તમારી સામે આકર્ષિત થઈ શકે છે:

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી ગાઈડલાઈન્સો અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ના નિયમ 3(1)(b) અને તેના સુધારાઓ ("મધ્યસ્થી નિયમો")લાગુપડતા કાયદાઓ અંગે સંબંધિત ધારાઓ (દાખલાતી અને સૂચવવામાં આવતી દંડ ક્રિયાઓની અને કારણોની યાદી )
(i) કોઈ બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવુંડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 [S.33(1)]
(ii)કન્ટેન્ટ કે જે સ્પષ્ટ (CSAM/પોર્નોગ્રાફિક), આક્રમક, પજવણી અથવા જુગાર અથવા મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હોયઇન્ડિયન પેનલ કોડ, 1860 [S.153A, 292, 293, 354C, 505(2)]
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 [S. 12]
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 [S. 4]
માહિતી ટેક્નોલોજી એક્ટ, 2000 [S. 66E, 67 and 67A]
(iii) બાળકો માટે હાનિકારકજુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2015 [S. 75]
માહિતી ટેકનોલોજી એક્ટ, 2000 [S. 67B]
(iv) પેટન્ટ, ટ્રેડમાર્ક, કૉપિરાઇટ અથવા માલિકીના અધિકારોનું ઉલ્લંઘન કરવુંટ્રેડ માર્ક્સ એક્ટ, 1999 [S. 29]
કોપીરાઈટ એક્ટ, 1957 [S.51]
(v) કેન્દ્ર સરકાર વિશે ખોટી માહિતી સહિત સંદેશની ઉત્પત્તિ વિશે સરનામાંને છેતરે છે અથવા ગેરમાર્ગે દોરે છે અથવા જાણી જોઈને અને ઇરાદાપૂર્વક કોઈપણ ખોટી માહિતી અથવા માહિતીનો સંચાર કરે છે જે સ્પષ્ટપણે ખોટી અને અસત્ય અથવા ગેરમાર્ગે દોરે છે.ભારતીય દંડ સંહિતા, 1860 [S.177, 465, 469 અને 505]
(vi) ઢોંગભારતીય દંડ સંહિતા, 1860 [S.419]
માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 [S. 66D]
(vii) રાષ્ટ્રીય સુરક્ષા, એકતા, વિદેશી સંબંધોને ધમકી આપવી અથવા ગુનાઓને ઉશ્કેરવુંમાહિતી ટેકનોલોજી એક્ટ, 2000 [S. 66F]
(viii) વિક્ષેપકારક કમ્પ્યુટર કોડનો માલવેર ધરાવે છેમાહિતી ટેકનોલોજી એક્ટ, 2000 [S.43 and 66]
(ix) અસ્વીકાર્ય ઓનલાઈન રમતોની જાહેરાત અથવા પ્રચારગ્રાહક સુરક્ષા એક્ટ, 2019 [S. 89]
(x) પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન

જો જરૂરી હોય, તો અમે કાનૂની સત્તાઓ અને કાયદા અમલીકરણ તંત્રને સહકાર આપીશું. કૃપા કરીને નોંધ લેવી કે તમને સહાય કરવાની અમારી કોઈ ફરજ નથી.