એકાઉન્ટ ડિલીટ કરવાની પોલિસી- FAQs
Last updated: 14th Deceember 2022
#
1. તમે એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ કરશો?- તમારી એપ પર 'સેટિંગ્સ' પર જાઓ અને 'ડિલીટ એકાઉન્ટ' પર ક્લિક કરો.
- લોગ-ઇન કરો અને તમારા એકાઉન્ટને વેરિફાઇ કરો.
- તમારો મોબાઈલ ફોન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો (આ અમને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ સંબંધિત માહિતી ડાઉનલોડ કરવામાં અને તમારો સંપર્ક કરવામાં સક્ષમ બનાવે છે)
- તમારું એકાઉન્ટ ડિલીટ કરવાનું તમારું કારણ દાખલ કરો (જો તમે ઈચ્છો તો)
- 'સબમિટ' પર ક્લિક કરો
#
2. જ્યારે હું એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી સબમિટ કરું ત્યારે શું થશે?એકવાર તમે અમારી એપ્લિકેશનમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરી લો તે પછી, તમે તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકશો નહીં અને તમારી પ્રોફાઇલ, પસંદ, ફોલોઅર્સ, કમેન્ટ, ફોટા, વિડિઓઝ, પોસ્ટ્સ, ચેટ્સ સહિત તમારા એકાઉન્ટની માહિતી અન્ય લોકો જોઇ શકશે નહીં. ઉપરાંત, તમે એપ્લિકેશન દ્વારા ડાઉનલોડ/શેર/પોસ્ટ/અપલોડ નહીં કરી શકો અથવા અન્યથા કોઈપણ કન્ટેન્ટ અપલોડ કરી નહીં શકો.
તમારા એકાઉન્ટ અને તેના કન્ટેન્ટને સંપૂર્ણપણે ડિલીટ કરવામાં અમને થોડો સમય લાગી શકે છે. તમે એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરો તે પછી તમારા દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટની કેટલીક લિંક્સ થોડા દિવસો માટે દેખાઈ શકે છે. જો કે, આવી લિંક્સથી પણ તમારી પ્રોફાઇલ એક્સેસ કરી શકાશે નહીં.
તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખો તે પછી, અમે મર્યાદિત સમય માટે વિવિધ નિયમનકારી અને પાલન હેતુઓ માટે તમારા એકાઉન્ટમાંથી જનરેટ કરેલી વ્યક્તિગત માહિતી સહિતનો અમુક ડેટા જાળવી રાખીએ છીએ. અમે તમારું એકાઉન્ટ ડિલીટ કરતી વખતે કેટલીક માહિતી રાખી પણ શકીએ છીએ.
#
3. શું હું ડિલીટ કરવાની રિક્વેસ્ટ અટકાવી શકું છું?એકવાર તમે એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી સબમિટ કરી લો તે પછી, તમારી પાસે તમારી વિનંતી સબમિટ કર્યાના 30 દિવસની અંદર અમારી એપ્લિકેશનમાં લૉગ ઇન કરવાનો અને ડિલીટ કરવાની વિનંતીને રદ કરવાનો વિકલ્પ રહે છે. જો કે, 30 દિવસ પછી, તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે અને તે પુનઃપ્રાપ્ત કરી શકાશે નહીં.
#
4. હું મારો ડેટા કેવી રીતે ડાઉનલોડ કરી શકું?એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી સબમિશન દરમિયાન અમને આપવામાં આવેલ ઈમેલ આઈડી પર તમને ડાઉનલોડ લિંક પ્રાપ્ત થશે. ડાઉનલોડ લિંક ઈમેલની તારીખથી સાત (7) દિવસના સમયગાળા માટે જ ઉપયોગ મા રેહશે. કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા એકાઉન્ટ ડેટાને ડાઉનલોડ કરવા માટે ઇમેઇલમાં આપેલા પગલાને અનુસરો છો.
અન્ય વસ્તુઓની સાથે તમારા એકાઉન્ટ ડેટામાં તમારી પોસ્ટ્સ, કોમેન્ટ, ડાયરેક્ટ મેસેજ અને પ્રોફાઇલ વિગતોનો સમાવેશ થાય છે જે અમને નોંધણી સમયે પ્રદાન કરવામાં આવે છે. તેથી, તમારો એકાઉન્ટ ડેટા પ્રાપ્ત કરવા માટે તમારું સાચું ઈમેલ આઈડી આપવું મહત્વપૂર્ણ છે. કૃપા કરીને નોંધો કે ડાઉનલોડ કરવા માટે તમને આ માહિતીની કોપી પ્રદાન કરવામાં અમને થોડો સમય લાગી શકે છે.
#
5. ડિલીટ કરવા પર મારા ખાતામાં ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સનું શું થશે?અમે યુઝર્સને એકાઉન્ટ ડિલીટ કરી નાખવાની શરૂઆત કરતા પહેલા ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએે, કારણ કે અમે કોઈ રિફંડ આપતા નથી. વધુ વિગતો માટે, કૃપા કરીને https://help.mojapp.in/policies/cheers-policy પર ઉપલબ્ધ મિન્ટ્સ અને ચીયર્સ પોલિસીનો સંદર્ભ લો.