Skip to main content

ક્રીએટર રેફેરલ ટર્મ્જ઼

Last updated: 14th February 2023

મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ ("અમે", "MTPL", "અમને") દ્વારા ઓફર કરવામાં આવેલ Moj ક્રિએટર રેફરલ પ્રોગ્રામ ("પ્રોગ્રામ") તમને ("તમે "/ "રેફરર") રિવોર્ડ આપવા માટે બનાવવામાં આવ્યો છે જે તમને, તમારા મિત્રો, સહકર્મચારીઓ અને પરિવારના સદસ્યો ("આમંત્રિતો") ને અમારી મોબાઇલ એપ્લિકેશન "Moj" અને તેના વર્ઝન, જેને સામૂહિક રીતે "પ્લેટફોર્મ" તરીકે ઓળખવામાં આવે છે તેના પર Moj For Creator ("MFC") પ્રોગ્રામમાં જોડાઈને ક્રિએટર્સ બનવા માટે આમંત્રિત કરવા બદલ આપવામાં આવે છે.

આ નિયમો અને શરતો ("શરતો") તમારી અને MTPL વચ્ચે બંધનકર્તા કરાર છે અને આ પ્રોગ્રામ તમારી બધી જ ગતિવિધિનું નિયમન કરશે. આ પ્રોગ્રામમાં ભાગ લઈને, તમે પ્લેટફોર્મના નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ સાથે સંમત થાઓ છો. જો તમે આ પ્રોગ્રામના નિયમો અને શરતો સાથે સંપૂર્ણ રીતે સંમત ન હોવ, તો તમે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અધિકૃત નથી. MTPL તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, પ્રોગ્રામ અથવા પ્રોગ્રામના કોઈપણ પાસાને નોટિસ વિના બદલવા, રદ કરવા, સ્થગિત કરવા અથવા સંશોધિત કરવાનો અધિકાર અનામત રાખે છે. MTPL કોઈપણ યુઝરને કોઈપણ સમયે પ્રોગ્રામમાં ભાગ લેવાથી ગેરલાયક ઠેરવવાનો અધિકાર પણ અનામત રાખે છે.

પાત્રતા:#

પ્રોગ્રામમાં ભાગ લેવા માટે લાયક બનવા માટે, રેફરર પ્લેટફોર્મના એક રજીસ્ટર્ડ યુઝર હોય એ આવશ્યક છે.

લાયક રેફરલ:#

"લાયક રેફરલ" તોજ માન્ય ગણાશે જો નીચે દર્શાવેલ તમામ શરતો પૂરી થાય:

  • આમંત્રિત વ્યક્તિ રેફરર દ્વારા શેર કરવામાં આવેલી રેફરલ લિંક પર ક્લિક કર્યાના 7 દિવસની અંદર MFCમાં જોડાય છે અને MTPL ટીમ દ્વારા રિવ્યૂ કર્યા પછી MFC ક્રિએટર તરીકે પસંદ થાય છે.
  • જો આમંત્રિત વ્યક્તિએ રેફરર દ્વારા શેર કરેલી રેફરલ લિંક પર ક્લિક ન કર્યું હોય, અને જો આમંત્રિત વ્યક્તિ MFC માટે પસંદ કરવામાં આવે તો પણ તે લાયક રેફરલ ગણવામાં આવશે નહીં.
  • જો કોઈ આમંત્રિત વ્યક્તિ રેફરલ લિંક પર ક્લિક કર્યાના 7 દિવસની અંદર MFC પ્રોગ્રામમાં ભાગ લેતો નથી, તો તેને લાયક રેફરલ ગણવામાં આવશે નહીં.
  • જો કોઈ આમંત્રિત વ્યક્તિએ પહેલાથી જ MFC પ્રોગ્રામમાં ભાગ લીધો હોય અથવા તે પહેલેથી જ MFC ક્રિએટર હોય, તો તેને લાયક રેફરલ ગણવામાં આવશે નહીં.
  • જો આમંત્રિત વ્યક્તિ, MFC પ્રોગ્રામ માટે અરજી કરનાર પોસ્ટને MTPLની આંતરિક રિવ્યૂ ટીમ દ્વારા પ્રોગ્રામનો ભાગ બનવા માટે પસંદ કરવામાં ન આવે, તો તેને લાયક રેફરલ ગણવામાં આવશે નહીં.
  • જો આમંત્રિત વ્યક્તિને પહેલાથી જ અન્ય રેફરર દ્વારા રેફર કરવામાં આવ્યો હોય, તો તે લાયક રેફરલ તરીકે ગણવામાં આવશે નહીં. એક આમંત્રિત વ્યક્તિ માટે માત્ર એક જ ક્વોલિફાઇડ રેફરલ માન્ય ગણાશે, એટલે કે જો કોઈ રેફરરને આમંત્રિત કરવા માટે રિવોર્ડ મળ્યો હોય, તો અન્ય રેફરર તે જ આમંત્રિત માટે રિવોર્ડ મેળવી શકશે નહીં.

રિવોર્ડ્સ:#

રેફરલ લિંકનો ઉપયોગ કરીને MFC પ્રોગ્રામમાં જોડાનાર દરેક આમંત્રિત પર ક્વોલિફાઇડ રેફરલ દીઠ 100 મિન્ટ્સ ("રિવૉર્ડ")ના ઈનામ માટે પાત્ર બનશે. રેફરરને રિવૉર્ડ આપવામાં આવે એ શરતોના આધીન અને તેમના પાલનના હેઠળ આપવામાં આવશે. પુરસ્કાર રેફરરના મોબાઇલ એપ્લિકેશન વૉલેટમાં મિન્ટ્સ (100 મિન્ટ્સ) ના રૂપમાં જમા કરવામાં આવશે.

રિવૉર્ડ્સનું વેરિફેકશન થઈ શકે છે. MTPL વેરિફાય કરવાના હેતુથી રિવાર્ડ આપવામાં વિલંબ કરી શકે છે. MTPL કોઈપણ ટ્રાન્ઝેક્શનને વેરિફાય અને પ્રોસેસ કરવાનો ઇનકાર પણ કરી શકે છે જો તે પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, એને શરતોના ઉલ્લંઘનમાં, કપટપૂર્ણ અથવા શંકાસ્પદ માને અથવા MTPL, તેની પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા તેમના કોઈપણ અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, પ્રતિનિધિઓ અને એજન્ટો પર જવાબદારી લાગવાની સંભાવના હોય.

MTPLના તમામ નિર્ણયો અંતિમ અને બંધનકર્તા છે, જેમાં લાયક રેફરલ અથવા રિવોર્ડ વેરિફાઇડ છે કે કેમ તે અંગેના નિર્ણયોનો સમાવેશ થાય છે.

જવાબદારી:#

આ પ્રોગ્રામમાં ભાગ લઈને, રેફરર અને આમંત્રિતો સંમત થાય છે:

  • MTPL ના નિર્ણયો, MTPL ની ગોપનીયતા નીતિ અને તેની શરતો સાથે બંધાયેલા રહેશે;
  • MTPL અને તેના કોઈપણ સહયોગીઓ, જેમાં તેમના કર્મચારીઓ, નિર્દેશકો, અધિકારીઓ, લાઇસન્સધારકો, લાયસન્સર્સ, શેરધારકો, વકીલો અને એજન્ટોનો સમાવેશ થાય છે, તેમના સાથે સંકળાયેલ જાહેરાત અને પ્રચાર સંસ્થાનો અને કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જે આ પ્રોગ્રામને બનાવવા, ચલાવવા અથવા તેના વહિવટ સાથે સંકળાયેલ હોય (સામૂહિક તરીકે "મુક્ત કરેલ પક્ષ"), તેમનો બચાવ કરવા, ક્ષતિપૂર્તિ કરવા, મુક્ત કરવા અને હાનિરહિત રાખવા, કોઈ પણ સીમા વિના, કોઈપણ અને બધા દાવા, કાર્યવાહી, માંગણીઓ, નુકસાનીઓ, હાનિઓ, જવાબદારીઓ, કિંમત અથવા ખર્ચ જે આ કાર્યક્રમમાં રેફરરની ભાગીદારીથી ઉદ્ભવે, અથવા તેનાથી સંબંધિત હોય, અથવા તેને લાગતું-વળગતું હોય, (જેમાં સમાવેશ છે, કોઈ પણ સીમા વિના, કોઈ પણ વ્યક્તિ (વ્યક્તિઓ) ની હાનિ, નુકસાન, વ્યક્તિગત ઈજા અથવા મૃત્યુ અને/અથવા કાર્યક્રમનો પુરસ્કાર, પ્રાપ્તિ અને/અથવા ઉપયોગ અથવા દુરૂપયોગ અથવા કોઈ પુરસ્કાર); તેમજ
  • શક્યતાઓ જેવી કે: (i) પ્રોગ્રામનો ઉપયોગ અથવા ઉપયોગ કરવામાં અસમર્થતા; (ii) તમારા ટ્રાન્સમિશન અથવા ડેટાનું અનધિકૃત ઍક્સેસ અથવા તેમાં ફેરફાર; (iv) પ્રોગ્રામ પર અથવા તેના દ્વારા કોઈપણ તૃતીય પક્ષના નિવેદનો અથવા આચરણ; અથવા (v) પ્રોગ્રામને લગતી અન્ય કોઈ બાબત વેગેરે કિસ્સાઓમાં MTPL કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશેષ, પરિણામલક્ષી અથવા દ્રષ્ટાંતરૂપ નુકસાન માટે (જો MTPLને આવા નુકસાનની શક્યતા વિશે સલાહ આપવામાં આવી હોય તો પણ) તમારા પ્રત્યે જવાબદાર રહેશે નહીં, જેમાં નફા, સદ્ભાવના, ઉપયોગ, ડેટા અથવા અન્ય નાનામાં નાના નુકસાન નો સમાવેશ થાય છે.
  • પોતાના જોખમે પ્રોગ્રામમાં ભાગ લેવો.

કપટપૂર્ણ અને શંકાસ્પદ વર્તન:#

  • MTPL રેફરરને પ્રોગ્રામમાં ભાગ લેવા અથવા રિવૉર્ડ્સ મેળવવાથી પ્રતિબંધિત કરી શકે છે, જો MTPL, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં, નિર્ધારિત કરે કે આવા રેફરર છેતરપિંડી, હેકિંગ, ઠગાઈ, બદ ઈરાદા અથવા અયોગ્ય રીતે ભાગ લઇ ને, કોઈપણ રીતે પ્રોગ્રામની નિષ્પક્ષતા, અખંડિતતા અથવા ઉચિત પ્રયોગને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા પ્લેટફોર્મ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અથવા જો MTPL, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં, માનતું હોય કે રિવૉર્ડ્સ આપવાથી MTPL, તેની પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા તેમના કોઈપણ સંબંધિત અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, પ્રતિનિધિઓ અને એજન્ટો પર સંભવિત જવાબદારી આવી શકે છે.
  • રેફરર અથવા આમંત્રિત વ્યક્તિ એક થી વધારે અથવા નકલી ઇમેઇલ એડ્રેસ અથવા એકાઉન્ટ્સ સાથે પ્રોગ્રામમાં ભાગ લઇ શકશે નહીં, બનાવટી ઓળખનો ઉપયોગ કરી શકશે નહીં અથવા પ્રોગ્રામમાં ભાગ લેવા અથવા રિવૉર્ડ પ્રાપ્ત કરવા માટે કોઈપણ સિસ્ટમ, બોટ અથવા અન્ય ડિવાઇસ અથવા ચાલાકીનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જો MTPLને કોઈ રેફરર એન્ટ્રી પ્રક્રિયા અથવા પ્રોગ્રામ અથવા પ્લેટફોર્મની કામગીરી સાથે ચેડાં કરતા જણાય અથવા કોઈપણ રીતે આ શરતોનું ઉલ્લંઘન કરતા જણાય તો MTPL આવા રેફરરને ગેરલાયક ઠેરવવાનો અને/અથવા કોઈપણ પુરસ્કાર(ઓ)ને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે

લાગુ પડતા કાયદા:#

આ પ્રોગ્રામ ભારતના કાયદાઓ અનુસાર સંચાલિત થશે.